*અમેરીકાની યુનિવર્સિટીના પ્રેસીડેન્ટે એચ.એ.કોલેજની મુલાકાત લીધી*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ તથા અમેરીકાની ન્યુજર્સી સિટી યુનિવર્સિટી વચ્ચે એકેડેમીક એમ.ઓ.યુ. થયા છે. જે સંદર્ભે હાલમાં એચ.એ. કોલેજનાં ના ૧૧ વિદ્યાર્થીઓ એનજેસીયુંમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યા છે. આ બધાજ વિદ્યાર્થીઓનો ખર્ચ એચ.એ.કોલેજનાં પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલ આપી રહ્યા છે. આ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ ડૉ.સ્યુ હેન્ડરસને તેમની સાથે આવેલા ડીલેગેશને એચ.એ.કોલેજની મુલાકાત લીધી હતી. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે બંને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો વચ્ચે સાંસ્કૃતિક તથા શૈક્ષણિક આદાનપ્રદાન થાય તેવું વાતચીત દરમ્યાન નક્કી થયું હતું. આ અનુસંધાનમાં જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટીની અધ્યક્ષતામાં આગામી મે મહિનામાં એચ.એ કોલેજનું ડેલીગેશન અમેરીકાની ન્યુજર્સી સિટી યુનિવર્સિટીની મુલાકાતે જશે. આ મુલાકાત દરમ્યાન યુનિવર્સિટીના સતામંડળો સાથે મીટીંગ કરી ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રે રીસર્ચ, ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા શોર્ટ ટર્મ કોર્ષીસ શરૂ કરવા માટેનું આગવું આયોજન થશે. ડેલીગેશનનો તમામ ખર્ચ જીએલએસ મેનેજમેન્ટ કરશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •