*અમદાવાદમાં JNUવાળી લાકડીઓ અને ધોકાઓ વડે મારામારી**ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલની હાજરી સમયે જ આ ઘટના ઘટી છે**વિનોદ મેઘાણી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક મનોરંજન વિશેષ સમાચાર

અમદાવાદમાં પડયા છે શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એબીવીપીના કાર્યાલય ખાતે એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. બન્ને પક્ષએ એકબીજા પર તોડફોડનો આક્ષેપ કર્યો છે. જેને પગલે એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હી જેએનયુ ઘટનાને લઈને ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. તેમજ એનએસયુઆઈનો કાર્યકર નિખિલ સવાણી ઈજાગ્રસ્ત થયો છે. જો કે ઘટનાને પગલે એબીવીપી કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. પોલીસ અને મીડિયાની હાજરીમાં NSUIના કાર્યકરોએ મારામારી થઈ હતી.
એનએસુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની છે. જે દરમ્યાન ઘાયલ થયેલા એનએસયુઆઈના કાર્યકરોને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે જીએલએસમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો જે દરમ્યાન કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો.
ઘટના સમયે પ્રદિપસિંહ ગોહિલ અને ઋત્વિજ પટેલની પણ હાજરી હતી. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે.યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રૂત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, એનએસયુઆઈ દ્વારા એબીવીપીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ કાર્યક્રમને થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યુ કે, લોકશાહીમાં હિંસાને કોઈપણ સ્થાન નથી. જેથી પોલીસે મારામારી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ..
ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેને પગલે આજે અમદાવાદના પાલડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે.
આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. તેમજ એનએસયુઆઈનો કાર્યકર નિખિલ સવાણી લોહી લુહાણ થયો છે.આ ઘટના બાદ અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એબીવીપી અને એનએસયુઆઈ એકબીજા પર મારામારીના આરોપ મૂકી રહ્યાં છે. હાલમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનામાં નીખીલ સવાણીને માર મરાયો છે. એબીવીપીએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.આ ઘટનામાં છૂટાહાથના મારામારી સાથે લાકડીઓ દ્વારા પણ હુમલો કરાયો છે. જેએનયુના પડઘા અમદાવાદમાં પડતાં પોલીસ પણ આ બાબતે એલર્ટ બની ગઈ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply