*પાકિસ્તાનનાં નનકાના સાહેબમાં તોડફોડ કરનારાં મુખ્ય આરોપી ઇમરાનની ધરપકડ.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

પાકિસ્તાનના નાનકના ગુરુદ્વારા સાહિબમાં
તોડફોડની ઘટનાનો મુખ્ય આરોપીની
ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ
કડક આતંકવાદ વિરોધી કાયદા અનુસાર
બિનજમીનપત્ર કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાક નાં એક ઉચ્ચ પોલીસ ના જણાવ્યા અનુસાર
સોમવારે આ માહિતી આપી હતી.
શુક્રવારે ગુરુદ્વારામાં હિંસક ટોળું
હુમલો કરી પત્થરો ફેંકી અને હિંસક તોફાનો કર્યા હતા. આ હિંસાત્મક સ્થિતિ માટે
પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લાવવા
દરમિયાનગીરી કરવી પડી હતી. પંજાબના મુખ્યમંત્રીનાં
સહયોગી અધિકારી અઝહર મસવાણીએ ટ્વીટ કરીને પણ
ધરપકડની પુષ્ટી કરી હતી. તેઓએ કહ્યું,
નનકાના સાહિબની ઘટનાનો મુખ્ય આરોપી
ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે.
નનકાના સાહિબ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર.
નોંધવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી ઇમરાન વિરુદ્ધ
આતંકવાદ વિરોધી કાયદો લાદવામાં આવ્યો છે, અને વધુમાં
બિનજામીનપાત્ર કલમ લાદવામાં આવી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •