*રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે વિખવાદ આવ્યો ફરી બહાર. પાયલોટે અશોક ગહેલોતને ઝાટક્યા*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોનાં મોતની સંખ્યા વધીને 107 થઈ ગઈ છે. રાજ્યના નાયબ સીએમ સચિન પાયલોટ શનિવારે કોટા હોસ્પિટલ પહોંચ્યા હતા. કોટામાં બાળકોના મોત અંગે સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે આપણે જવાબદારી નક્કી કરવી પડશે. સચિન પાયલોટે કહ્યું કે અગાઉ જે બન્યું તેની ચર્ચા થવી જોઈએ નહીં. વસુંધરાને જનતાએ પરાજિત કર્યા હતા પરંતુ હવે જવાબદારી આપણી છે.
*******
*ભારતમાંથી નાગરિકોએ તો દેશ છોડવો પડશે ભલે પાકિસ્તાન જાય કે બાંગ્લાદેશ*
પશ્ચિમ બંગાળમાંથી ઘૂસણખોરી કરીને ભારતમાં જમ્મુ સહિતના કેટલાક વિસ્તારોમાં વસી ગયેલા રોહિંગ્યાઓને હવે તેમના દેશ પાછા મોકલવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યુ હતુ કે રોહિંગ્યાઓ મ્યાનમારથી ભારતમાં આવી ગયા છે એટલે તેમને પાછુ જવુ પડશે. કારણકે નાગરિકતા બિલમાં રોહિંગ્યાઓને કોઈ લેવા દેવા નથી તેઓ નથી બિલમાં કરેલા સુધારા પ્રમાણેની 6 ધાર્મિક લઘુમતીઓમાં આવતા અને નથી તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી આવ્યા.તેમને પાછા જવુ પડશે
********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply