*જેની વાટ જોવાતી હતી તે Ahmedabad Food Fest ગઈકાલથી શરૂ થઈ ગયો.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

જેની વાટ જોવાતી હતી તે Ahmedabad Food Fest ગઈ કાલ થી શરૂ થઈ ગયો. આ ફેસ્ટિવલ માં થતો લોકો નો ઘસારો જોઈ ને આ વખતે ફૂટબોલ ગ્રાઉન્ડ જેવા મોટા પાર્ટીપ્લોટ માં એટલે કે YMCA સામેના નિરવાના પાર્ટી પ્લોટ માં આ ફૂડ ફેસ્ટિવલ ની 5 મી સિઝન નું આયોજન કરાયું છે.

*Eminent food bloggers like Tuli Banerjee, Anil Mulchandani and Satyen Gadhvi were present.*

લીલીછમ લોન, લાઈવ મ્યુઝિક, વાતાવરણ માં પ્રસરતી વાનગીઓ ની સોડમ.. તમને શરૂવાત ક્યાંથી કરવી તે બાબતે મૂંઝવી દેશે.. આ સમયે તમે તમારા મન પર ભરોસો રાખજો અને કુદરતી રીતે પગ જે બાજુ મંડાઈ તે તરફ કૂચ કરી જજો.

Bakers & Cook ની વિવિધ પ્રકાર ની જાપાનીઝ બ્રેડ બહાર થી મોટી અને હેવી લાગતી આ બ્રેડ ખુબજ light weight છે.. dense નથી. આ બ્રેડ બનાવવા માટે નો વિશિષ્ટ લોટ જેનું નામ T55 છે તે વિદેશ થી આયાત કરવામાં આવે છે. Gwalia Sweets ગ્રુપ દ્વારા પ્રોમોટેડ આ venture બ્રેડ સેક્ટર માં ચોક્કસ નવી ટ્રેન્ડ લાવશે એવું હું માનું છું.

આ જાપાનીઝ બ્રેડ જરૂર માણજો. તેના વિશે વધુ જાણકારી પણ ચોક્કસ મેળવજો.

જાપાનીઝ બ્રેડ થી શરૂ કરી તમે Vanshree Restaurant ના સ્ટોલ પર જઈ શકો.. ત્યાં લીલા લસણ નું ઊંધિયું, ખીચિયા કબાબ અને ગરમા ગરમ મોહનથાળ ની મિજબાની માણી શકો. અહીં તમને Manish Patel Vanashree દ્વારા નિર્મિત ખીચિયા ના કબાબ નામથીજ નવાઈ લાગશે.

મનીષભાઈ એ જે માયોનિસ અને મેથીઓ મસાલો મિક્સ કરી ને જે ડીપ બનાવ્યું અને ..ખીચિયા કબાબ અને આ ડીપ ને કોમ્પ્લીમેન્ટ કર્યા..

આ ફેસ્ટિવલ ની બ્યૂટી એ છે કે અહીં હોમ શેફ ને પણ પ્રોમોટ કરવામાં આવી રહ્યા છે.

અને છેલ્લે, Monika Icecream વાળા Mukesh Nawal દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ તલ ગોળ અને કારેલા નો ice cream. અને Bakish ની પાન કેક સાથે તમે તમારી અમદાવાદ ફૂડ ફેસ્ટ ની પાંચમી season ને યાદગાર બનાવજો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply