*કવિ,વિવેચક,સંત સાહિત્યના મરમી અને અભ્યાસી દલપત પઢિયારના ૭૧-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી મનોરંજન વિશેષ સમાચાર

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા કલા નિર્દેશક શ્રી સુભાષ ભટ્ટના સહયોગથી તારીખ : ૦૧ જાન્યુઆરી ૨૦૨૦,બુધવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,વિવેચક,સંત સાહિત્યના મરમી અને અભ્યાસી દલપત પઢિયારના ૭૧-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો કવિશ્રી દલપત પઢિયારને રૂબરૂ મળીને જન્મદિનની શુભેચ્છાઓ આપી.ત્યારબાદ કવિશ્રી દલપત પઢિયારે પોતાનાં જીવન-કવન વિશેનું વક્તવ્ય આપ્યું.કાર્યક્રમના અંતમાં કવિશ્રી દલપત પઢિયારના પરિવારજનો અને મિત્રોની ઉપસ્થિતિમાં કેક કાપીને જન્મદિની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે સાહિત્યકારો,કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું હતું.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply