*ટોલબુથ પર રોફ ઝાડીને નિકળી જતા અધિકારીઓએ હવે ચુકવવો પડશે ટોલ ટેક્સ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

ટોલનાકા પર પોતે સરકારી અધિકારી હોવાનો રોફ ઝાડીને ઝડપથી વીઆઇપી લેનમાંથી ટોલ ભર્યા વગર પસાર થઇ જતા ક્લાસ 1-2 અધિકારીઓનાં પીંછા ખેરવી નાખવામાં આવ્યા છે. ફાસ્ટટેગનો અમલ ફરજીયાત થતાની સાથે જ આ અધિકારીઓએ પણ ટોલટેક્સ ભરવો ફરજીયાત થશે. આના કારણે સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ છે. ટોલ પ્લાઝા પર અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા પર ટોલ ન ભરવો એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ટોલ ભર્યા વગર નિકળવાને અધિકારીઓ શાન તરીકે જોતા હતા. જો કે હવે તેમનાં બુરે દિન ચાલુ થઇ ચુક્યા છે
*********
*૪૫ વિભાગને તેમાંથી છુટ આપવામાં આવી છે*
45 વિભાગને તેમાંથી છુટ આપવામાં આવી છે. જેમાં બાળ કલ્યાણ વિકાસ, સ્કુલ શિક્ષણ, ઇન્કમટેક્સ, બેંકિંગ સેક્ટર ઇડી પરિવહન પીડબલ્યુડી ટેલીફોન સહિતનાં વિભાગો છે ફાસ્ટટેગમાં છૂટ માટે કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા અલગ અલગ કેટેગરી જાહેર કરાઇ છે. જેમાં રાષ્ટ્રપતિથી સચિવ સુધીનાં અધિકારીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને ટોલમાંથી મુક્તિ અપાઇ છે. આ કેટેગરીમાં કલેક્ટર અને ડે.કલેક્ટર સુધીનાં અધિકારીઓનો સમાવેશ થાય છે.
*********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply