*નાગરિકતાને લઇને કાયદો પસાર કરવાનો અધિકાર ફક્ત સંસદને છે*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ મુદ્દે કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કાયદા પ્રધાને વિપક્ષો પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે નાગરિકતાને લઇને કાયદો પસાર કરવાનો અધિકાર ફક્ત સંસદને છે વિધાનસભાને નહીં
રવિશંકર પ્રસાદે ફરી એક વખત નાગરિકતા કાયદાનું સમર્થન જાહેર કરતા કહ્યું કે આ કાયદાથી પડોશી દેશના લઘુમતિઓને મદદ મળશે તેમણે કહ્યું કે વર્ષ 2003માં પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ આ મુદ્દે સમર્થન આપ્યું હતું આ કાયદાથી ભારતનો કોઇ નાગરિક પ્રભાવિત નહિં થાય તેમણે કહ્યું કે પોતાનો અંગત સ્વાર્થ સાધવા અનેક લોકો આ કાયદાનો દુષ્પ્રચાર કરી રહ્યા છે. પરંતુ નાગરિકતા સંશોધન કાયદો સંપૂર્ણપણે બંધારણીય અને કાનૂની છે
**********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply