*50+**ઉમર 50ને પાર થઈ છે,પણ ચહેરો હજી 30 ના જેવો* *મને બુઢ્ઢો કહેવા વાળા, હટ તારી તો ઐસી તૈસી*: સુભાષ સોનગ્રા.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*50+*

*ઉમર 50ને પાર થઈ છે,
પણ ચહેરો હજી 30 ના જેવો*
*મને બુઢ્ઢો કહેવા વાળા,
હટ તારી તો ઐસી તૈસી*

*બેટીની કોલેજ ગયો તો હતી ટીચર,જોઈને મને તે મુસ્કુરાઈ*
*બોલી શું બોડી છે મિસ્ટર, પપ્પા છો પણ લાગો છો ભાઈ*
*શું બતાવું તમને બોલો હવે, વાતો કરી મારી સાથે કેવી કેવી*
*મને બુઢ્ઢો કહેવા વાળા,
હટ તારી તો ઐસી તૈસી *

*જૂલી બોલી,સેકન્ડ હેન્ડ છો, પણ ફ્રેશ ના ભાવે ચાલશો*
*બસ થોડી દાઢી વધારી દો, ટાઇગર શ્રોફ જેવા લાગશો *
*હજી પણ ઘણી તાકાત છે તમારામાં,હાલત નથી તમારી જેવી તેવી*
*મને બુઢ્ઢો કહેવા વાળા, હટ તારી તો ઐસી તૈસી*

*પત્ની વિચારે છે કે,પતિ મારો કેટલો સારો છે જી*
*વાંચતી નથી ગુલઝાર સાહેબ ને, दिल तो आख़िर बच्चा है जी *
*નિયત મારી સાફ છે દોસ્તો,બસ સ્ટાઇલ છે મારી ઐસી વૈસી*
*મને બુઢ્ઢો કહેવા વાળા, હટ તારી તો ઐસી તૈસી*

*કેટલા જંગ લડ્યા અને જીત્યા આ વીતેલા વર્ષોમાં*
*બે ત્રણ કરચલી ગાલોમાં છે, થોડી સફેદી બાલોમાં*
*ખભા તો મારા મજબૂત છે હજી,લાગણીઓ છે હજી પહેલા જેવી*
*મને બુઢ્ઢો કહેવા વાળા, હટ તારીતો ઐસી તૈસી*

*જીવવાનો મનસૂબો કાયમ હોય તો,ઉંમરની ગણતરી ખોટી છે*
*તમારા શોખને જીવતો રાખો, જીવવાનો ફક્ત આ જ નિયમ છે*
*જીંદાદિલી નું નામ છે જીવન, પરિસ્થિતિ હોય ચાહે ગમે તેવી*
*મને બુઢ્ઢો કહેવા વાળા,હટ તારી તો ઐસી તૈસી*
: સુભાષ સોનગ્રા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •