*ગુજરાત ખેડૂતોનાં પ્રશ્નોને ફોન દ્વારા ઝડપી નિકાલ આપવા ગુજરાત એકતા મંચના અભિયાન સાથે ઝુંબેશમાં જોડાવો.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાતમાં નાના,મોટા શ્રીમંત ખેડૂતોને સરકાર દ્વારા પાકવીમાં,સક્ષમ ભાવ અને હક્ક,અધિકારો માટે છેલ્લાં ઘણા સમયથી લડત આપતાં આવ્યાં છે.આ બધી જ ખેડૂતોની સમસ્યાનો એક ફોન દ્વારા રજુઆત માટે ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ શ્રી સાગરભાઈ રબારી દ્વારા ઘણી બધી મીડિયા ડિબેટ,બાઈક યાત્રા જે હજુ સૌરાષ્ટ્ર બાદ ગુજરાતનાં અમુક જિલ્લા,પ્રાંતોમાં ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નો માટે ચાલુ જ છે.

ખેડૂત ભાઈઓ,હાલ શિયાળાની કડકડતી ઠંડી ચાલુ છે.આ ઋતુમાં સૌને ઘરમાં રહી આરોગ્યની ચિંતા કરતાં હોય છે.પરંતુ,સાગરભાઈ રબારી અથાક મહેનત કરી આપણાં ખેડૂત ભાઈઓનાં ગામેગામ ફરી લોકોનાં ખેતીવિષયક અધિકારો માટે લડત લડી રહ્યા છે.આટલાથી પૂરું ન થતાં અને દરેક જિલ્લાઓને પણ ખેડૂતોનાં પ્રશ્નોને આવરી લેવાં અને ખેડૂતોનાં હક્ક,અધિકારો અને સમસ્યાઓમાં તરત નિરાકરણ મળે તે માટે નીચે ફોન નંબર આપી ખેડૂતોનાં કામોને વધુ વેગ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.તો આપણે બધાં જ ગુજરાતનાં ખેડૂત ભાઈઓએ સાથ સહકાર આપી વધુને વધી લાભ લેવાં સાગરભાઈ રબારીએ સરાહનીય કામનો લાભ લઈ આપણાં હક્ક,અધિકારને પામીએ.

આપણી માંગણી માટે ફોન કરો: 7827 100300
1. ગુજરાત સરકાર ખેતી નીતિ બનાવે,
2. ગુજરાત સરકાર ખેતી પંચ બનાવે,
3. બજેટની 50% રકમ ખેડૂત, પશુપાલકો માટે ફાળવે,
4. ખેડૂતો, પશુપાલકોના તમામ પ્રકારના દેવાની માંડવાળ કરે,
5. ખેતી-પશુપાલન-જંગલ-માછીમારી આધારિત ઉદ્યોગોમાં મૂડી-રોકાણ કરે,
આ માંગણીઓ સાથે સહમત છો?
તો ફોન કરો: 7827 100300
આભાર,

સાગર રબારી,
ખેડૂત એકતા મંચ.

*#ફોન નંબર ખાસ નોંધી લેશો#*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •