*૨૫મી ડિસેમ્બરે નાતાલ પર્વ અને ૩૧મી ડિસેમ્બર નજીક આવતા સ્ટેટચ્યું ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો શરુ.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

રવિવારના દિવસે સ્ટેચ્યુ જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા ગઈ કાલે એક જ દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા.
ટ્રસ્ટ અને રૂપિયા એક કરોડ જેટલી માતબર આવક.

રાત્રી નો નજારો જોવા પ્રવાસીઓ મોડે સુધી રોકાઈ છે,
રાત્રિનો લેઝર શો પ્રવાસીઓ માટે ભારે આકર્ષણરૂપ.

લેસરશોનું નજારો રવિવારે રાત્રે હજારો પ્રવાસીઓએ નિહાળ્યો.

રાજપીપળા, તા.24

૨૫મી ડિસેમ્બરે નાતાલ પર્વ અને ૩૧મી ડિસેમ્બર નજીક આવી રહ્યો હોય પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા સપ્તાહમાં ભારે વધારો જોવા મળ્યો છે. જેમાં શનિ અને રવિવારની બે દિવસની રજામાં 40 હજારથી વધુ પ્રવાસીઓ બે દિવસમાં ઉમટ્યા હતા.જ્યારે ગઈકાલ રવિવારના દિવસે એક જ દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા જેના થકી ટ્રસ્ટને રૂપિયા એક કરોડ જેટલી માતબર આવક પણ થઇ છે.
હવે નવા વર્ષની ઉજવણી નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ટેન્ટ સીટી થી લઈને તમામ હોટલોમાં બુકિંગ માટે પ્રવાસીઓ પડાપડી કરી રહ્યા છે, ટિકિટો માટે પણ ઓનલાઇન બુકિંગ હાઉસફુલ થઈ રહ્યું છે. મોટા ભાગની ટીકીટો બુક થઈ ચૂકી છે. ત્યારે ટિકિટોનું વધારો બસ સેવા વધારવી અને જરૂર રહી પોલીસ સુરક્ષા ટ્રાફિક અને પાણીની વ્યવસ્થા ની પણ તંત્ર દ્વારા કામગીરીમાં લાગી ગયું છે.
પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા પોલીસ સુરક્ષા અને યુએસનાં જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતા, ગઈકાલે પીએસઆઇ કે.કે.પાઠક અને તેમની ટીમ ખડેપગે સેવા આપી પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. પ્રવાસીઓને વધારે ઘસારો હોવાથી લાંબી લાઇન લાગી હતી, જ્યારે નર્મદા ડેમ પર એસટીપી જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા રવિવારે પ્રવાસીઓની ભીડ ને લઈને લઈને પણ લાંબી જોવા મળી હતી સ્ટેચ્યુ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •