” રાજકોટ મેરેથોનમાં દોડશે રાજકોટ ” -લોકો ને દોડાવા કરતાં તમે દોડો ને C.M.સાહેબ, તો આપોઆપ લોકોનું સ્વાસ્થય સારું થઈ જાશે – હિતેશ રાઈચુરા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

” રાજકોટ મેરેથોન માં દોડશે રાજકોટ ” –
અને હમેશા ની જેમ રાજકોટ ના કોઈ પણ નાના માં નાના પ્રોગ્રામ મિસ ના કરતાં સવેન્દનશીલ સી.એમ. શ્રી શ્રી રૂપાણી સાહેબ આ પ્રોગ્રામ ને પણ ફ્લેગ આપવા રાજકોટ આવી જાશે…
મને તો સાલું એ નથી સમજાતું કે વર્ષ માં એક દિવસ રાજકોટ ને દોડાવી ને સાહેબે એવો તે કયો મીર માર્યો છે કે લગભગ કરોડો ના ખર્ચે આ ઉજવણી કરશે અને આખા શહેર માં લગભગ હજારો બેનર માર્યા છે આ પ્રોગ્રામ ની જાહેરાત ના…
તટસ્થ તપાસ કરવામાં આવે તો રૂપાણી સરકાર ના લગભગ બધા જ મળતિયા પાસે જાહેરાત નો કોન્ટ્રાક્ટ હશે જ અને એટ્લે જ તો આ સરકાર દરરોજ લાખો રૂપિયા ની જાહેરાત આપે છે અને આખા શહેર ને બેનરો થી મઢી નાખે છે પોતાના મળતિયા ને કમાવી આપવા અને પોતાની વાહવાહી કરવામાં…
મારો અંદાજ ખોટો ના પડે તો ગુજરાત સરકાર જનતા ના ટેક્સ ના પૈસા માથી 50% રકમ તો આવા ફતવા માં અને પોતાના એજન્ટો ને કમાવી આપવામાં જ વાપરી નાખતી હશે…
મે આ પહેલા પણ કહ્યું હતું કે તપાસ કરવામાં આવે તો ખબર પડે કે લોકો પોતાના પેટે પાટા બાંધી ને પરસેવા ની કમાણી માથી જે તોતિંગ ટેક્સ ભરે છે ને એ રકમ ના 10% રકમ પણ જનતા ના લાભ કે સુવિધા માટે નહીં વપરાતી હોય એ પાકું…
નિતનવા કોભાંડો કરવા માટે 50% રકમ આવી જાહેરાતો માં અને 40% રકમ દુંદાળા પેટ લઈ ને ફરતા સરકારી બાબુઓ અને નેતાઓ ના પગાર માં જ ખર્ચાઈ જાતી હશે…
લોકો ને દોડાવા કરતાં તમે દોડો ને સાહેબ તો આપોઆપ લોકો નું સ્વાસ્થય સારું થઈ જાશે – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply