*સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ(CAA) મિથક અને સત્ય- 1.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ટેક્નોલોજી સમાચાર

સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ(CAA) મિથક અને સત્ય- 1.

મિથક# 1 આ કાયદો તદ્દન બિનજરૂરી અને અમાનવતાવાદી છે.

સત્ય: સૌ પહેલા તો એ વિચારીએ કે શું આવા કોઈ કાયદા કે સુધારાની જરૂર હતી ખરી? આ માટે ઇતિહાસ તપાસવો પડે એમ છે, પણ અહીં સમય અને જગ્યાના અભાવે માત્ર અમુક મુખ્ય તથ્યો ઉપર નજર નાખીએ. પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ, પ્રથમ ગૃહમંત્રી સરદાર સાહેબ થી લઈ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સુધી સૌ વિચારવંત મહાનુભાવોએ અલગ અલગ સમયે પાકિસ્તાનમાં વસતી લઘુમતીઓ ની સ્થિતિ ને લઈ ચિંતા વ્યક્ત કરેલી. નહેરુજી અને ગાંધીજી એ તો સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે ભાગલા વખતે પાકિસ્તાન(પૂર્વ અને પશ્ચિમ બન્ને) માં વસતા “નોન-મુસ્લીમ” લોકો જો કોઈપણ કારણસર અહીં પાછા ફરવા માંગે તો તેઓનું અહીં સ્વાગત છે. જેમ ગૃહમંત્રી અમિત શાહે આજતક ને આપેલા ઇન્ટરવ્યૂ માં સંદર્ભો ટાંકીને લંબાણપૂર્વક જણાવેલું એમ આ બીલ કંઈ પહેલી વાર મોદી સરકાર લાવી એવું નથી, માત્ર આ બીલ જ નહીં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC) લાગુ કરવાનું બીલ પણ સૌ પહેલા આગળની કોંગ્રેસી સરકારો જ લાવેલી, પણ વોટબેંક સાચવવા ના ચક્કરમાં કદી લાગુ કરવાની હિંમત ન કરી શકી.ખરેખર તો જો 1947 પછી જ અથવા 1971 માં જ્યારે આ મુદ્દો વિકરાળ બની ને સામે ઉભો હતો અને તે વખતના પૂર્વ પાકિસ્તાન માં થી આવેલા સંખ્યાબંધ શરણાર્થીઓ ને ભારતે સ્વીકાર્યા ત્યારે જ જો NRC લાગુ કરીને એક સૂચી તૈયાર કરી લેવામાં આવી હોત તો આજે એક નાનો એવો ઘા ગેંગ્રીન નું રૂપ ધારણ ના કરવા પામત! પહેલેથી જ પોતાનું બધું છોડીને માત્ર પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે અહીં આવી વસેલા અને અહીંના રેફ્યુજી કેમ્પમાં રહેતા લોકો જે નારકીય સ્થિતિનો સામનો રોજેરોજ કરે છે એ જોતાં આ કાયદો જરૂરી અને સમયસર જ નહીં પણ જોઈએ તેના કરતાં મોડો છે!

યુનાઇટેડ નેશન્સની વ્યાખ્યા અનુસાર યુદ્ધ કે હિંસા દરમ્યાન થયેલી પ્રતાડના ને લીધે પોતાનો દેશ છોડવા મજબૂર બનેલ તેમજ પોતાના ધર્મ, જાતિ, રાજનૈતિક અભિગમ કે કોઈ ચોક્કસ સામાજિક ગ્રુપ ના ભાગ હોવાને કારણે જો હિંસા કે દુર્વ્યવહાર નો સામનો કરવાની બીકે પોતાનો દેશ છોડી ભાગેલ દરેક વ્યક્તિ શરણાર્થી છે. હવે આ રીતે પોતાનો જીવ તેમ જ ઈજ્જત બચાવવા પોતાનું ઘર, જમીન, મિલકત બધુ છોડીને માત્ર પહેરેલ કપડે નીકળી ગયેલા લોકો પાસે યોગ્ય કાગળિયાં હોવા દર વખતે શક્ય ન હોવાથી આ બધી લઘુમતીઓ ને યોગ્ય કાગળિયા ના અભાવે પણ નાગરિકત્વ આપવાનું આ સુધારા માં પ્રાવધાન છે.આમ જે લઘુમતીઓ પોતાના ધાર્મિક આચાર-વિચાર ને કારણે આ ત્રણ દેશોમાં પ્રતાડીત હતી તેઓને શરણ આપવામાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ પણ કંઈ ખોટું નથી, ઉપરાંત આ માનવતવાદી પગલું તો છે જ.

સોર્સ વાઇરલ.
TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply