*લો બોલો.હવે મોંઘવારી બીમાર દર્દીઓને પણ નહીં છોડે, જીવનજરૂરી દવાઓમાં 50 ટકા ભાવવધારો ઝીંકાશે.*- પંકજ આહીર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

સામાન્ય માણસ પર દિવસેને દિવસે ભાર વધતો જાય છે. મોંઘવારીનો દૈત્ય દિવસે ન વધે તેટલો રાતે વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે દવાઓની કિંમતમાં 50 ટકાનો વધારો કરવાની વાતને મંજૂરી આપી દીધી છે. જેમાં એન્ટીબાયોટિક, એન્ટી એલર્જીક, એન્ટી મલેરિયા ડ્રગ્સ, બીસીજી વેક્સીન સીની દવાઓની વેચાણ કિંમતમાં વધારો થશે. સીલિંગ પ્રાઈઝ એ કંટ્રોલ કિંમત હોય છે જેનાથી વધારે ભાવ લઈને કોઈ ઉત્પાદન વેચવામાં આવતું નથી.

સરકારે કર્યું સંશોધન
કેન્દ્ર સરકારમાં આવતી સંસ્થાઓ એનપીપીએએ ડ્રગ્સની પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર 2013ના પેરેગ્રાફ 19માં આદેશમાં સંશોધન કરીને કિંમતમાં વધારાને મંજૂરી આપી દીધી છે. પહેલા આ નિયમનો ઉપયોગ ફક્ત દવાની કિંમતોને ઓછી કરવા માટે કરવામાં આવતો હતો.

88 ટકા મોંઘી થશે દવાઓ
ફાર્મા ઇન્ડસ્ટ્રી છેલ્લા બે વર્ષથી દવાઓ માટે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇંગ્રીડેન્ટની કિંમતમાં વધારાને લઈને લોબિંગ કરી રહ્યુ હતુ. જેમાં ખાસ કરીને એ દવાઓ સામેલ હતી જે ચીન પાસેથી આયાત કરવામાં આવે છે. સરકારે આ નિર્ણય પછી ઉત્પાદ અનુસાર એપીઆઈની કિંમતમાં પાંચથી 88 ટકા સુધી વધારો કરી દીધો છે. API પ્રાઈસમાં 40થી 80 ટકા ફોર્મ્યુલેશન કોસ્ટનો સમાવેશ થાય છે. જેમકે પેરાસિટામોલના અંતિમ ઉત્પાદનની કુલ વેલ્યુ 80 ટકા API કિંમત હતી.

એવામાં બીસીજી વૈક્સીન, પેસિલીન, મેલરિયા, લૈપ્રોસી, હાર્ટ ફેલ્યોરના કારણે ફ્લૂડ બિલ્ડ અપમાં ઉપયોગમાં આવતી દવાઓ, લીવર સ્કેયરિંગ. કિડની સંબંધી બિમારીઓ વાળી, વિટામિન-સી, એન્ટીબાયોટિક અને એન્ટી એલર્જી દવાઓની કિંમતમાં વધારો થશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •