*બિન સચિવાલય પરીક્ષા રદ થઈ શકે છે, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનો ખુલાસો*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ્દ થઈ શકે છે. SIT રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો છે. આ અંગે સોમવારે મોટી જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે મળેલી બેઠકમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •