*ચારેય નહીં ચારેકોર નરાધમોને ઠાર કરો ગોતી ગોતીને સૌ રાક્ષસોનું એન્કાઉન્ટર કરો દુર્યોધન પહોંચ્યો છે માઁ ભારતીનાં ચીર સુધી એ વધુ વસ્ત્રો ખેંચે તે પૂર્વે જ સંહાર કરો.-મિત્તલ ખેતાણી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

ગોતી ગોતીને સૌ રાક્ષસોનું એન્કાઉન્ટર કરો

ચારેય નહીં ચારેકોર નરાધમોને ઠાર કરો
ગોતી ગોતીને સૌ રાક્ષસોનું એન્કાઉન્ટર કરો

દુર્યોધન પહોંચ્યો છે માઁ ભારતીનાં ચીર સુધી
એ વધુ વસ્ત્રો ખેંચે તે પૂર્વે જ સંહાર કરો

ન્યાય જો ટાણે ના મળે તો એ છે અન્યાય
ન્યાય દો જલ્દી,ન્યાય શબ્દને ના ગાળ કરો

હવે તો શેરીએ શેરીએ જોવાં મળે છે રેપીસ્ટ
ઉગતાં જ ડામો,ના ખરાં-ખોટાંનો વિચાર કરો

વિવાહનો ન્યાય જો મળતો હોય વરસીએ તો
પોતાનાં હાથે જ પૃથ્વી પરનો ઓછો ભાર કરો

કોઈની દીકરી એ તક નહીં પણ છે જવાબદારી
અબળાનું બનો બળ ,ના મોંઢામાં લાળ કરો

ચારિત્ર્ય પાઠ બાળકને ને સ્વરક્ષણ બાળકીને
નાનપણથી જ શીખવીને સાચાં સંસ્કાર કરો

હવે ના સળગે કોઈ પ્રિયંકા,મરે ના કોઈ નિર્ભયા
સ્વસ્થ સમાજ નિર્માણમાં ખુદથી શરૂઆત કરો

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી

TejGujarati

1 thought on “*ચારેય નહીં ચારેકોર નરાધમોને ઠાર કરો ગોતી ગોતીને સૌ રાક્ષસોનું એન્કાઉન્ટર કરો દુર્યોધન પહોંચ્યો છે માઁ ભારતીનાં ચીર સુધી એ વધુ વસ્ત્રો ખેંચે તે પૂર્વે જ સંહાર કરો.-મિત્તલ ખેતાણી.

Leave a Reply