રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગર ખાતે વિશાળ મહારેલીનું કરવામાં આવશે આયોજન.મહારેલીમાં 5 થી 7 લાખ લોકો હાજર રેહવાની શક્યતાઓ.- સંજીવ રાજપુત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

અમદાવાદ : રાજપૂત કરણી સેના દ્વારા 15 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મહા રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જેને અનુસંધાને અમદાવાદ ખાતે આ રેલીને લઈને પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શખાવતે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરે 4 મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ મહારેલી નું આયોજન કરવામાં આવશે. તેમજ આ મહારેલીમાં ભારત ભર માંથી સર્વ ધર્મના લોકો ઉપસ્થિત રહેશે. અને આ રેલી બાબતે કોર્પોરેશનમાંથી મંજૂરી મળી છે.પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં નથી. આથી જો પોલીસ પરમિશન નહી આપે તો 14 તારીખે કરણીસેના ગાંધીનગર રામકથા મેદાનમાં ઉપવાસ પર બેસશે. તેમની આ મહા રેલી ગાંધી ચીંધ્યા માર્ગે છે, પરંતુ જો પરમિશન આપવામાં નહિ આવે તો ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે. આ મહા રેલી માં 5 થી 7 લાખ લોકો હાજર રેહવાની શક્યતાઓ રહેલી છે. કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત ના જણાવ્યા મુજબ 4 મુદ્દા જેમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી, એટ્રોસિટી ના દુરપયોગ ને રોકવા, આરક્ષણ ની સમીક્ષા કરવી, તેમજ બળાત્કારી મુક્ત ભારત દેશ બને તે મુદ્દે ખાસ મહા રેલી નું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત એટ્રોસીટી એક્ટ ના દુરુપયોગને રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે જેમાં પૂર્ણ સાચી તપાસ કર્યા વગર કોઈની પણ ધરપકડ કરવી નહિ, તેમજ એટ્રોસિટી કાયદામાંથી ધારા 18 હટાવવામાં આવે તેવું કરણી સેનાના ઉપાધ્યક્ષએ જણાવ્યું હતુ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •