*પુણેમાં ૮૦ પૈસા કિલોના ભાવે વેચાયા કાંદા.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

પુણે: પિંપરી-ચિંચવડ વિસ્તારમાં એનસીપી પ્રમુખ શરદ પવારના જન્મદિનની ઉજવણી અનોખા અંદાજે કરવામાં આવી હતી. પક્ષના કાર્યકર્તાઓએ ૧૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહેલા કાંદા સ્થાનિક મહિલાઓને ૮૦ પૈસામાં વેચ્યા હતા. કાંદા લેવા માટે સેંકડો મહિલાઓનો જમાવડો થયો હતો. કાંદાના વધી રહેલા ભાવને કારણે આમઆદમીના બજેટ પર આડઅસર જોવા મળી રહી હતી, પરંતુ પક્ષના કાર્યકર્તાઓએ ૮૦ પૈસા પ્રતિ કિલો કાંદાનું વેચાણ કર્યું હતું અને કેક કાપીને સિનિયર પવારના જન્મદિનની ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓની આ યોજનાના વખાણ રાજ્યભરમાં થઇ રહ્યા છે.
********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •