*તારી સાથે મને પ્રેમ છે તો છે પ્લેટોનિક કે જેમ તેમ છે તો છે તું છો મારી ને રહેવાની કાયમ ભલે હોય એ વહેમ છે તો છે.- મિત્તલ ખેતાણી.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

તારી સાથે મને પ્રેમ છે તો છે

તારી સાથે મને પ્રેમ છે તો છે
પ્લેટોનિક કે જેમ તેમ છે તો છે

તું છો મારી ને રહેવાની કાયમ
ભલે હોય એ વહેમ છે તો છે

સહેલું કરવાં તો છે ખૂબ બધાં
અશક્ય કરવાની નેમ છે તો છે

કોઈ નથી રમવાં તેથી રમું એકલો
હારજીત વિનાની ગેમ છે તો છે

મનેય ખબર ના એ પાસ થવાનો
તારાં પર મારો ક્લેઈમ છે તો છે

ખુશીથી મરું ના માટે નથી આવતી
મુજ પર તારી રહેમ છે તો છે

– મિત્તલ ખેતાણી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •