*આજે 12.12.ના રોજ 12.12.મિનિટે ડો.શિતલ પંજાબીની હોસ્પિટલમાં યાદગાર અને અવિસ્મરણીય સમયે ટ્વિન્સનો થયેલ જન્મ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદના થલતેજનાં એક દંપતી માટે 12 ડિસેમ્બરનો દિવસ જીવનની અવિસ્મરણીય ક્ષણ બની રહ્યો. કેમ કે આજરોજ 12 ડિસેમ્બરે તેમને ત્યાં એક નહિ પણ બે પુત્ર એટલે કે ટ્વિન્સનો જન્મ થયો અને એ પણ બપોરે 12 વાગે અને 12 સેકન્ડે થયો. જેના કારણે આ બંને બાળકોનો જન્મ માત્ર માતા પિતા માટે જ નહિ, પણ હોસ્પિટલના તબીબો માટે ખુશીથી ભરપૂર ક્ષણ બની રહ્યો હતો. અને બન્ને બાળકોની ડિલિવરી કરનાર તબીબ ડો. શિતલ પંજાબીનાં કહ્યા મુજબ આ મહિલાની ડૉ. શિતલ પંજાબીની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. અને એવો કોઈ પ્લાન નહોતો કે આ બાળકોનો જન્મ ખાસ 12.12 કલાકે અને 12 ડીસેમ્બરના રોજ કરવી. પરંતુ આજે નવ મહિના.પુરા થતા હોવાથી દર્દીને સવારથી થોડો દુઃખાવો હતો, અને માટે નક્કી કર્યું કે, આજે સિઝરીયન કરીને બાળકોને જન્મ આપવા. માટે નક્કી કર્યું કે 12.12 કલાકે જન્મ થાય, માટે આ મહિલાને 12 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને 12.12 કલાકે બનેં બાળકોના જન્મ થયા. અને સૌથી ખુશીની વાત તો એ છે, કે બાળકોની તબિયત ખૂબ જ સારી છે, અને એક બાળકનું વજન 2.600 કિલોગ્રામ જ્યારે બીજાનું 3.200 કિલોગ્રામ છે. હોસ્પિટલ માટે પણ આ બાળકો કાયમ માટે યાદગીરી બની રહેશે. તો આ બાળકોના માતા પિતા પણ ખૂબ ખુશ છે અને સમગ્ર હોસ્પિટલમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati

1 thought on “*આજે 12.12.ના રોજ 12.12.મિનિટે ડો.શિતલ પંજાબીની હોસ્પિટલમાં યાદગાર અને અવિસ્મરણીય સમયે ટ્વિન્સનો થયેલ જન્મ.*

Leave a Reply