*અન્યાયનો ભોગ બનવાથી બચવું હોય, તો આવા કલાકારો પાસે મદદની અપેક્ષા રાખ્યા વિના તાકતવર બનવુ પડશે.- હિતેશ રાઈચુરા.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પોતાના બાળકો ને ફલાણા હીરો સાથે કે ફલાણી સાથે સરખાવતા અને એના જેવા જ બનાવવા માંગતા માં બાપે અને આવા જ કલાકારો ને પોતાના રોલ મોડલ બનાવી ને ગાંડા કાઢતા ટીન એજર્સ માટે એક સરસ મજાનો દાખલો…

દામિની મૂવી માં રેપ કેસમાં જોરદાર રજુઆત કરી રોલમોડલ બનેલ

સની દેઓલ તાજેતર ની રેપ ઘટનાઓ બાબતે મૌન શંકર કેમ બન્યો ?

ભાજપ માં છે એટ્લે ???

જો કે ભાજપ માં ગયા પછી અચ્છા અચ્છા તીસમારખાન કે ચમરબંધીઑ ભીગી બિલ્લિ જેવા થઈ જાય છે એ અનુભવ્યું…

કોર્ટ કેસમાં, રેપ કેસોમાં સની દેઓલ ના દામિની મૂવી માં દરેક સીન ટ્રેડ માર્ક બની ગયા હતા…

જ્યારે પણ ટીવી ન્યુઝ કે આર્ટિકલ માં રેપ કેસ નો ઉલ્લેખ કરવાનો હોય તો આ દ્રશ્યો ને બતાવવામાં આવે છે…

જો કે એ મૂવી હતી અને એ સની દેઓલ એક પાત્ર ભજવી રહ્યો હતો પણ અસલ જીવન માં કશું દમ ખમ નથી એ ઉજાગર થઈ રહ્યું છે.

કાશીનાથે હવે કાતીયા ના નામનો પટ્ટો ગળામાં પહેરી લીધો છે.

અબ કાતીયા કહેગા તબ હી કાશીનાથ ભોંકેગા..

પોતાની માચો મેન ઈમેજ, ગદર નો તારા સિંઘ અને દામિની નો વકીલ જેવા અભિનય માં લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા અને એના જોરે જ એક ટકો પણ આવડત ન હોવા છતાં આજે ભાજપ માંથી સાસંદ બન્યો.

જબરા છો વોટર્સ તમે પણ .. કેવા કેવા ને ચૂંટો છો…હવે એ સૌ ને સો ટકા પસ્તાવા સમુ હસવું આવતું હશે…

લોકો એ સમજવું જોઈએ કે આ ફિલ્મ ના ભવાયા ફકત મરે ત્યાં સુધી પેનસન ખાવા માટે ચૂંટણી લડતા હોય છે…

આજે આમ જનતા આવા નટી પાસેથી સારા શાસન ની અને ન્યાય ની અપેક્ષા રાખે છે એ મૂર્ખામી જ છે…

હરણ 🦌 ને સિંહ દ્વારા

ગાય ને વાધ દ્વારા

બકરી ને દીપડા દ્વારા

માછલી 🐠 ને મગર દ્વારા

અને ગરીબોને મુડીવાદીઓ દ્વારા ન્યાય મળવાનો નથી…

કોઈ સાઇકો બલાત્કારી ડોનાલ્ડ ટ્રમ્પ કે કીમ જોગ ઉન ની બહેન કે પત્ની પર બલાત્કાર કરવાની હિંમત કરતો નથી…

કોઈ સાઇકો શિકારી વિના હથિયાર સુંદર વનના જંગલમાં જઈને વાધણ ને અડપલા કરતો નથી…

હકીકત મા પોતાના થી શક્તિશાળી પ્રાણી થી ડરવુ દરેક પ્રાણી નો સ્વભાવ છે…

કોર્ટ તો મુડીવાદીઓએ ગરીબોને સાંત્વના આપવા માટે બનાવી છે…

કયાક કોઈ વિદ્રોહ ના કરી બેસે, કોર્ટ મા જેટલા પણ કેસ આવે એક વાત કોમન હોય છે કે ગુનેગાર તાકતવર હોય છે અને ભોગ બનનાર કમજોર જ હોય છે…

મિત્રો અન્યાય નો ભોગ બનવાથી બચવું હોય તો આવા કલાકારો પાસે મદદ ની અપેક્ષા રાખ્યા વિના તાકતવર બનવુ પડશે…- હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •