વિચારો ! પ્રદુષણ એક વૈશ્વિક સમસ્યા “પર્યાવરણ બચાવો, પ્રદુષણ ઘટાડો” લેખકઃ- સુચિતા ભટ્ટ (અમદાવાદ).

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

વિચારો ! પ્રદુષણ એક વૈશ્વિક સમસ્યા “પર્યાવરણ બચાવો, પ્રદુષણ ઘટાડો”

લેખકઃ- સુચિતા ભટ્ટ (અમદાવાદ)
કોલમઃ- કલ્પના ના સૂર

આજના ઝડપી સમયમાં લોકો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. એમાં સૌથી મુખ્ય અને ખુબ જ વ્યાપેલી સમસ્યા હોય તો એ એક પ્રદુષણની સમસ્યા છે. આ સમસ્યા એ દુનિયાભરમા જોર પકડ્યું છે. લોકો શારીરિક સમસ્યા અને કુદરતી રીતે મૃત્યુ નથી પામતા એટલે પ્રદુષણ ને કારણે મૃત્યુ પામતા જોવા મળે છે. પ્રદુષણની જીવનશૈલી અને રોજબરોજના જીવનમા ખુબ જ અસર જોવા મળેલ છે તેના કારણે માનવ જીવન પ્રભાવિત થાય છે. પ્રદુષણ ઘણા બધા પ્રકારના હોય છે તેમાં સૌથી વધુ બે પ્રકારના પ્રદુષણ એ જોર પકડ્યું છે. તેમા હવાનુ પ્રદુષણ એ વધારે થતું જોવા મળે છે. ઋતુ અનુસાર વાતાવરણમા કુદરતી ફેરફાર થતા રહે છે. ઋતુની માનવ જીવન પર ખુબ જ ઊંડી અસર જોવા મળે છે. હવાનું પ્રદુષણ મોટા ભાગે અમુક વાયુ ઓના વધુ પડતા ફેલાવાના કારણે થતું રહે છે. કાર્બન ડાયોકસાઈડ, સલ્ફરડાયોક્સાઈડ, નાઇટ્રોજન, હાઈડ્રોજન જેવા વાયુઓના કારણે વાતાવરણ સ્વચ્છ રહેતું નથી. તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે અને શ્વાસ, હૃદયરોગ, એલર્જી, ફેફસાના રોગોનો નાના ભૂલકાઓ થી માંડી ને આધેડ વયના દરેક લોકો શિકાર બને છે. આ બધા વાયુનો ફેલાવો અટકાવવા માટે દરેક વ્યક્તિ એ જાતે જ પગલાં લેવા પડશે. વાતાવરણને હંમેશા સ્વચ્છ રાખવાની જવાબદારી દરેકની છે. તો જ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય. વાતાવરણને અસર કરતા ઘણા બધા તત્વો છે. જે હાનિકારક છે. લોકોની અમુક ખરાબ આદતો ને કારણે વાતાવરણમા દૂષિત તત્વો ફેલાય છે. જેમ કે સરકારે વધારાનો કચરો નાખવાની વ્યવસ્થા કરી હોવા છતાં આજના ભણેલી ગણેલી પેઢી તે વસ્તુ માટે લાંબો વિચાર કરતી નથી. કચરો ભીનો કે સૂકો જ્યાં હોય ત્યાં ઠાલવી દે છે તેના કારણે માંખી, મચ્છર, જંતુઓ જે એક જગ્યાએ થી બીજી જગ્યાએ રોગોના જીવાણુઓ ફેલાવે છે અને લોકો અસહ્ય રોગોથી પીડાય છે. વાસી અને ગંદા શાકભાજી, લાંબા સમય થી પડી રહેલો ખોરાક,કે અન્ય પ્લાસ્ટિક ની થેલીઓ જેમા અમુક પડી રહેલી વગર કામની વસ્તુઓ સૂકો કચરો વગેરે જ્યાં ત્યાં ફેકાવાના કારણે તે વાતાવરણ મા પ્રસરાય છે. વાતાવરણ દૂષિત થાય છે. વાહનો નો વધુ પડતો ઉપયોગ પણ અમુક રોગો ને નોતરે છે. જ્યાં ચાલતા જઈ શકાતું હોય તેવી જગ્યાએ પણ લોકો વાહનોનો ઉપયોગ કરે છે. તેમાંથી નીકળતા ડીઝલ, પેટ્રોલ, અને ગેસના ધુમાડા એ વાતાવરણમા પ્રસરાય છે અને વાતાવરણ દૂષિત થાય છે. ચાલવાની આદત છૂટી જવાના કારણે લોકોની રોજ બરોજની જીવન શૈલીમા વ્યાયામનો અવકાશ રહેતો નથી અને તેના કારણે મેદસ્વીપણું, એસિડીટી, ગેસ જેવા રોગોનો અને પેટના રોગોનો લોકો નાની ઉંમરમા શિકાર બને છે. તે ખરેખર એક ચિંતાજન્ય સમસ્યા બની ગઇ છે. આ તો ફક્ત ને ફક્ત થઇ વાયુ પ્રદુષણ ની વાત. જળ પ્રદુષણ એ તો વધુમાં વધુ ખતરો ઉભો કર્યો છે. જળ પ્રદુષણના કારણે ઘણા બધા જળાશયો, નદીઓ, તળાવો, દૂષિત થયા છે અને તેની અસર માનવ જીવન અને તેમના સ્વાસ્થ્ય ઉપર પડેલી જોવા મળે છે. મોટા મોટા ઉદ્યોગો, કારખાનાઓ, મિલો, દરેક પ્રકારનો રાસાયણીક કચરો. કેમિકલયુક્ત દવાઓ અને અન્ય વધેલ કચરો સીધો જ પાણીમા પધરાવી દે છે. તેના કારણે પાણી બગડે છે અને તે જ પાણીનો ઉપયોગ એ જ લોકો રોજ ઘર વપરાશ કે જ્યાં પાણીની સુવિધા નથી. તે લોકો પીવામા ઉપયોગ કરે છે અને તેનાથી લોકો અલગ અલગ રોગોના ભોગ બને છે. પશુપાલન કરતા લોકો તો જાહેરમા પાણી ને દૂષિત કરતા જોવા મળે છે. પોતાના પશુઓ ને જે પાણી મા નવડાવે છે તે જ પાણીમાં પોતે ન્હાય અને પોતાના પરિવાર ને પણ તેના કારણે ચામડીના રોગો જેવા રોગો ને હાથે કરી ને જ આમંત્રણ આપે છે. એવા દૂષિત પાણીમા કાર્બનિક તત્વો હોય છે અને જે ચોખ્ખું પાણી હોય છે. તેમા આ તત્વો ભળી જાય તો પાણી દૂષિત અને હાનિકારક બની જાય છે. આપણે અજાણતા જ ગ્લોબલ વોર્મિંગ ને આમંત્રણ આપી દેતા હોઈએ છીએ. આપણે જોઈએ છીએ તેમ હવે દરેક ઘર મા ઘણા બધા પ્રકાર ની સુવિધાઓ આપણને જોવા મળે છે. ઇલેક્ટ્રિક વસ્તુઓનો વપરાશ દરેક ઘરમાં વધુ જોવા મળે છે. ઘરઘંટી, વોશિંગ મશીન, પંખા, ગીઝર, ટ્યૂબલાઈટ, અન્ય વીજ ઉપકરણો. જરૂરિયાત થી વધુ દરેક ઘરમા હોય છે એનો સતત ઉપયોગ પણ પ્રદુષણની માત્રામા વધારો કરે છે. પ્રદુષણને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સમયસર ઘરની અમુક ઇલેક્ટ્રિક વસ્તુઓની ચકાસણી કરતા રહેવું જોઈએ. તેથી તેની ગુણવત્તાનુ અનુમાન લગાવી શકાય અને પ્રદુષણ ને ઘટાડી શકાય. આ તો થઇ હવા પ્રદુષણ અને જળ પ્રદુષણની વાત પરંતુ તેના કરતા પણ ગંભીર જો કોઈ પ્રદુષણ હોય તો તે ધ્વનિ પ્રદુષણ છે. જે લોકો ની શારીરિક સ્થિતિ ને અસર કરે છે. મોટા મોટા શહેરો થી માંડી ને નાના ગામડાઓ પણ હવે આખો દિવસ વાહનોની અવર જવર ચાલ્યા જ કરે છે અને કાન ફાડી નાંખે તેવા મોટા મોટા અવાજો ને કારણે જનજીવન ત્રાસદાયક બની જાય છે. ઘોઘાટના કારણે લોકોના કાન સબંઘી રોગો જેવા કે બહેરાશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના કારણે માનસિક રીતે પણ લોકો પરેશાન થઇ જાય છે અને લોકો ચીડિયાપણું, ડીપ્રેશન જેવા માનસિક રોગોનો શિકાર બને છે. આમ અમુક મુખ્ય તહેવારોની ઉજવણીમા લોકોના શોખ ને કારણે રાત્રે મુકાતા મોટા મોટા સ્પીકર પણ ઘ્વની પ્રદુષણનુ કારણ બને છે. વાતાવરણમા પ્રદુષણની માત્રા ઓછી કરવા માટે આપણે પર્યાવરણની રક્ષા કરવી પડશે. અમુક ઝેરી વાયુઓનો પ્રભાવ ઓછો કરવા માટે ઓક્સિજન વાયુની માત્રા વધારવી પડશે અને તેનો મુખ્ય સ્તોત્ર વૃક્ષો છે. દરેક વ્યક્તિ એ વધુમા વધુ એક વૃક્ષ વાવવું જોઈએ. તેના કારણે વાતાવરણ ઓક્સિજનયુક્ત અને સ્વસ્થ બનશે. કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ ઓછું થશે અને પર્યાવરણની જાળવણી થશે. “પર્યાવરણ બચાવો, પ્રદુષણ ઘટાડો”

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •