સરસ્વતી વિદ્યામંડળ ના 75 વર્ષની ઉજવણી કરાઈ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*૭૫મી ગોઠડી…*
વર્ષ 1944માં સરસપુર અમદાવાદ ખાતે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના શિષ્ય પદ્મશ્રી મુ. રઘુભાઈ નાયક સ્થાપિત સરસ્વતી વિદ્યામંડળ અને સરસ્વતી નાગરિક સમાજના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત ૭૫મી ગોઠડી પ્રસંગે સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદ ખાતે *૨૪ નવેમ્બર ૨૦૧૯* ના રોજ આયોજિત ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યથી ભરપૂર કાર્યક્રમ “હસતા મળીએ હસતાં રહીએ” માં ખુબજ મોટી સંખ્યામાં સારસ્વત મિત્રો સહ પરિવાર હાજર રહીને કાર્યક્રમ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે સારસ્વત મૃણાલ ઓઝાએ ખુબજ સુંદર ફરજ બજાવી હતી. આવકાર પ્રવચન સારસ્વત અતુલ ઘાડિયા અને સંસ્થા પરિચય દિલીપસિંહ સોલંકીએ આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભાર દર્શનની જવાબદારી મુકેશ પડસાલાને શિરે આવી હતી… આ સંપૂર્ણ કાર્યક્રમના સફળતાનાં યશભાગી સંસ્થાના માનદ મંત્રી શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે, સહ મંત્રી શ્રી સજુભા ઝાલા, હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી અને સરસ્વતી નાગરિક સમાજના સક્રિય સભ્યો છે…
સ્ટોરી: મુકેશ પડસાલા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply