*પું.ગાંધીજીના 150 મી જન્મ જયંતીના ઉપલક્ષયમાં મહારાષ્ટ્ર આર્મીના 20 જેટલા જવાનો 400 કિમીની થાનેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલિંગ એક્સપેન્ડીચર સાઈકલ યાત્રા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

રાજપીપળા ખાતે આર્મી ના જવાનો ભવ્ય સ્વાગત.વિદ્યાર્થીઓ માટે સેમિનારમાં યુવાનોને આર્મી અને એરફોર્સની માં જોડાવા પ્રોત્સાહિત કર્યા.રાજપીપળા, તા. 7રાજપીપળા ખાતે થાને મહારાષ્ટ્ર આર્મીના 20 જવાનો ની એક ટુકડી આજે 400 કિમીની સાયકલિંગ એક્ષપેનડીચર સાયકલ યાત્રા આજે રાજપીપળા આવી પહોંચી હતી. જેમાં રાજપીપળાની એમ.આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 1200 જેટલા વિદ્યાર્થીઓ માટે કોલેજના સભાખંડ જ્યાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં સ્કવોર્ડનર લીડર વિજ્ઞેષકુમાર યુવાનોને આર્મી યા એરપોર્ટમાં જોડાવા માટે માર્ગદર્શન આપ્યું હતું, અને કોલેજના જે યુવાનો એનસીસી માં જોડાયા છે તેમના માટે આર્મી એરપોર્ટ માં જોડાવા માટેની ઉત્તમ તક છે. તેમ જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્રસિંહ માંગરોળ નું સ્વાગત કર્યું હતું. આ કોલેજ દર વર્ષે સાયકલ ડે ઉજવતી હોય સાઇકલિંગ ના ફાયદા અને તેનું મહત્વ પણ માંગરોલા એ સમજાવ્યું હતું અને એરફોર્સના જવાનો ની સાયકલ યાત્રાને લીલીઝંડી આપી રાજપીપળા થી કેવડીયા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સંદેશને વિશેષ મુલાકાતમાં માહિતી આપતા લીડર વિજ્ઞેશકુમારે જણાવ્યું હતું કે અમે થાને એરફોર્સ સ્ટેશન મહારાષ્ટ્ર થી 400 કિમી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ના સાઈકલ પ્રવાસે નીકળ્યા હતા સાત દિવસના પ્રવાસમાં રોજનું 60 થી 70 કિ.મી.નો પ્રવાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું કે તેમની ઇચ્છા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ જોવા ની હતી અને તે પણ સાયકલ પ્રવાસ દ્વારા તેથી થાણે મુંબઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસે સાયકલ પર આજે રાજપીપળા એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આવી પહોંચતા પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્રસિંહ માંગરોલ 20 જેટલા તમામ જવાનો નું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. આ પ્રસંગે કોલેજના 1200 જેટલા વિદ્યાર્થીઓને એરફોર્સ અને આર્મીમાં શામાટે જોડાવવું જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ રાજપીપળા થી કેવડીયા પહોંચી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી અને સરદાર સાહેબના ચરણોમાં ભાવવંદના કરી હતી.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply