સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પડતો મુકાયેલો સી પ્લેન પુનઃ શરૂ કરાશે. ડીટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા મામલે કન્સલ્ટન્સીની નિમણુક પણ કરાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ખાનગી એરલાઇન એરપોર્ટ દ્વારા વોટર એરોડ્રામ તૈયાર થયા બાદ ના બે મહિનાની અંદર સી – પ્લેનની સર્વિસનો આરંભ થશે.
રાજપીપળા, તા.7
સ્ટેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થોડા વખત પહેલાં નર્મદાના તળાવ પાસે સી પ્લેનનો ઉપરાંત શરૂ કરાયો હતો પણ તે માટે મતદારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પણ મગરોની સંખ્યા વધારે હોવાથી આ પ્રોજેક્ટ પડતો મુકાયો હતો પણ હવે સરકાર આ દિશામાં પુનઃ આગળ વધી રહી છે.
એડવેન્ચર ટુરિઝમ અને પ્રોત્સાહન મળે તે માટે સરકારે ત્રણ સ્થળોએ સી પ્લેન સર્વિસ શરૂ કરવાની લીલી ઝંડી કેન્દ્ર સરકારે આપી દીધી છે. જેમાં દેશમાં ગુજરાતમાં 3, આંદમાન નિકોબારમાં 3, આંદોબાર 2, તેલંગાણા આંધ્ર પ્રદેશ સહિત કુલ 10 સ્થળોએ સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.
સૂત્રોના ભારત સરકારે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને શેત્રુંજય ડેમ ખાતે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની બાબતે તેમને સત્તાવાર એ લીલી ઝંડી આપી છે.સી પ્લેન સર્વિસનો પ્રિ ફીઝીબીલીટી રિપોર્ટ પણ તૈયાર કરાવીને ગુજરાત સરકારને રિપોર્ટ મોકલી આપ્યો છે, એટલું જ નહીં પણ આ પ્રોજેક્ટના ડિટેઇલ પ્રોજેક્ટર રિપોર્ટ તૈયાર કરવા માટે કન્સલ્ટન્સી નિમણુક પણ કરી દીધી છે. ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એજ્યુકેશનને આ સમગ્ર કામગીરી સુપરત કરી છે. જેમના દ્વારા વોટર એરોડ્રામ માટેની જરૂરિયાતો અને અન્ય પ્રક્રિયા તથા લઈ માટે સૂચના જારી કરી દીધી છે. ખાનગી એરલાઇન એરપોર્ટ દ્વારા વોટર એરોડ્રામ તૈયાર થયા બાદ ના બે મહિનાની અંદર સી પ્લેન સર્વિસનો આરંભ થઇ જશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •