સમશેરપુરા ગામે કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરનાર પતિને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1000/- દંડ, દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ.

ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

સમશેરપુરા ગામે કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરનાર પતિને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1000/- દંડ, દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ.
રાજપીપળાની પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેન્શન કોર્ટ નો ચુકાદો.
સમશેરપુરા ગામ કુહાડી ગામ મારી પત્નીની હત્યા કરનાર પતિને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1000/- દંડ દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ રાજપીપળાની પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેંશન્સ કોર્ટે કરતા ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગતો અનુસાર રાજપીપળા ખાતે આવેલ નર્મદા જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ કેસના આરોપી વિષ્ણુભાઈ ભાણાભાઈ તડવી(રહે, કોઠી, બસ સ્ટેન્ડ ફળિયુ, સમશેરપુરા તા. ગરુડેશ્વર જી. નર્મદા )ના ઈપીકો કલમ 302 મુજબના ગુનાના કામે સરકારી વકીલ કૈલાસબેન માછી ની ધારદાર દલીલો ગ્રાહય રાખી કોર્ટે ઇ.પી.કો કલમ 302 ના બદલે ઇ.પી.કો કલમ 304 પાર્ટ 1 ના ગુનામાં તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1000/- દંડ, દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.
બનાવની વિગત મુજબ તા. 13 /3/ 2018 ના રોજ આરોપી વિષ્ણુભાઈ ભાણાભાઈ તડવી તથા મરનાર પત્ની ઉષાબેન વિષ્ણુભાઈ તડવી તથા દીકરો પ્રફુલભાઈ વિષ્ણુભાઈ (રહે, સમશેરપુરા કોઠી બસ સ્ટેન્ડ તા. ગરુડેશ્વર જી.નર્મદા) પોતાના ઘરે હાજર હતા તે વખતે આરોપીની પત્ની ઉષાબેન રસોડામાં રોટલી બનાવતી બનાવતી હતી ત્યારે આરોપીને જણાવેલ કે કામ ધંધો કરતા નથી અને ઘરે બેસી રહો છો તેમ કહેતાં બન્ને પતિ-પત્ની વચ્ચે કામ ધંધા બાબતે બોલાચાલી ઝઘડો થતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ઉષાબેનને માથાના ભાગે તથા જમણા કાનની ઉપર ના ભાગે તથા બરડાના ભાગે કુહાડીના ઘા મારી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી આ બાબતની પોલીસ ફરિયાદી હરજીભાઈ જીવાભાઈ તડવી એ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply