કરોડોની આવક ધરાવતાં અંબાજી ટ્રસ્ટને પણ નડે છે મોંઘવારી. અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50% નો વધારો.

ગુજરાત ભારત સમાચાર

અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50% નો વધારો ટ્રસ્ટને જે 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે. મા અંબાના ધામ અંબાજીમાં દર્શન કર્યા બાદ યાદગીરી રૂપે 80 ગ્રામ પ્રસાદનું જે પેકેટ 10 રૂપિયામાં ભક્તો ખરીદતા હતા, તેના 15 રૂપિયા કરી દેવાયા છે. પ્રસાદના ભાવમાં 1લી ડિસેમ્બર રવિવારથી 50 ટકા ભાવ વધારવામાં આવતાં મંદિર ટ્રસ્ટને વર્ષે રૂ.6 કરોડનો ફાયદો થશે. પાછલા કેટલાય વર્ષોથી મંદિરને પ્રસાદમાં કરોડોનું નુકસાન થતું હતું. પ્રસાદના બોક્સમાં થતા નુકસાનને બદલે હવે નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવાનો નિર્ણય લેવાતાં ભાવ વધારવામાં આવ્યા હોવાનું આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •