સમગ્ર જૈનોનો વિરોધ : આપણા શાશ્વત પવિત્ર તીર્થ *શ્રી શેત્રુંજય ગિરિરાજ* ઉપર ( ગિરનાર ઉપર તો ચાલુ જ છે ) *ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધા* નું આયોજન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સકળ શ્રી ચતુર્વિધ જૈન સંઘ જાગો.

આપણા શાશ્વત પવિત્ર તીર્થ *શ્રી શેત્રુંજય ગિરિરાજ* ઉપર ( ગિરનાર ઉપર તો ચાલુ જ છે ) *ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધા* નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 🎖️🏃‍♂️

*શ્રી શેત્રુંજય ગિરિરાજ એ આપણી – સકળ જૈનો ની આસ્થા નું પવિત્ર તીર્થ છે .*

એકેકુ ડગલું 👣 ભરે………

💎 જે પવિત્ર તીર્થ ના કાંકરે કાંકરે અનંતા સિદ્ધ થયા છે , કરોડો આત્મા અો મોક્ષે ગયા છે તેવા આ મહાતીર્થ ના એકે એક પગથિયાં પણ ચતુર્વિધ સંઘ પૂજનીય, વંદનીય માને છે *તેવા પવિત્ર પગથિયાં માટે ચઢવા ઉતરવાની સ્પર્ધા નું આયોજન……*

😱 એ આ તીર્થ ની પવિત્રતા ને નષ્ટ કરી નાખશે.
😱 મનોરંજન અને સ્પર્ધા નું સ્થળ બની જશે .
😱હરવા ફરવાનું સ્થળ બની જશે.

😡 *આ સ્પર્ધા મા જૈનેતર લોકો ભાગ લેશે , યુવાનો , યુવતીઓ , યુવાન છોકરા છોકરીઓ વગેરે ભાગ લેશે.*
😡 તેઓ માટે તો આ સ્પર્ધા મનોરંજન નું સાધન બની રહેશે.
😡 તેઓ ઉપર ચઢતા ઉતરતા ખાવા પીવાનું કરશે.
😡 બહેનો અંતરાય વાળા પણ ભાગ લેશે.
😡 આવા અને બીજા પણ દુષણો થી પવિત્ર ગિરિરાજ ની પવિત્રતા જોખમાશે

*દેશ વિદેશ ના સ્પર્ધકો પણ ભાગ લેશે , ત્યારે તેઓ આ પવિત્ર ગિરિરાજ ની પવિત્રતા નું નિકંદન કાઢશે*

સાંભળવા મળ્યા મુજબ *ગિરનાર* , *પાવાગઢ* વિ જે જે સ્થળે આવી સ્પર્ધાનું આયોજન થાય છે *ત્યારે યાત્રિકો માટે તેટલા દિવસ યાત્રા માટે બંધ કરાય છે*
😱😱😱

*આ બધું શ્રી શેત્રુંજય ગિરિરાજ ઉપર શરૂ થાય પહેલા જ સકળ શ્રી ચતુર્વિધ જૈન સંઘે ઉગ્ર વિરોધ કરી ને , પોતપોતાની શક્તિ ગોપવ્યા વિના અટકાવવું જ જોઈએ.*

સમગ્ર જૈન ના પૂ. આચાર્ય ભગવંતો એકસાથે મળી ને આના અંગે હાકલ જગાવો , સરકાર શ્રી મા દરેક પત્રો લખી પ્રચંડ વિરોધ નોંધાવી દો. ✍

*ગુજરાત ના માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પોતે જૈન છે , તેઓને સકળ શ્રી જૈન સંઘ ની વ્યથા ને જણાવી આ સ્પર્ધા આપણા પવિત્ર તીર્થો ઉપર બંધ કરાવવા વિનંતી કરો . રમત ગમત અને સંસ્કૃતિ વિભાગ ના માનનીય પ્રધાન શ્રી ને પણ પત્રો લખી ઉગ્ર વિરોધ દર્શાવી આવી સ્પર્ધાઓ આપણા પવિત્ર તીર્થો ઉપર બંધ કરાવો*.

*એક તિથિ — બે તિથિ ના મતભેદ ભૂલી ને સહુ સાથે મળી એક જ સૂર મા વિરોધનો વંટોળ જગાવવા તૈયાર થઈ જાવ*.

*પવિત્ર તીર્થ ની રક્ષા કાજે બ્યુગલ વાગ્યું છે , સકળ શ્રી જૈન સંઘો જાગો અને આવી સ્પર્ધાઓ ને બંધ કરાવો*

*આજે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે , જે દર વર્ષે પછી યોજાશે . અને નવા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ યોજાવાનું થશે.*
😱😱😱

માટે આવી સ્પર્ધાઓ ને પવિત્ર ગિરિરાજ ઉપર થતી અટકાવો.

*જીનાજ્ઞા વિરુદ્ધ લખ્યું હોય તો મિચ્છામી દુક્કડમ*. 🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •