ભારત સરકારના વિદેશ વિભાગ તરફથી મેકિસકો જતા ભારતીય પ્રતિનિધિ મંડળમાં ડો.બળવંત જાનીની પસંદગી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં ગુજરાતી ભવનના પૂર્વ પ્રાધ્યાપક

– અધ્યક્ષ, વર્તમાનમાં ભારત સરકાર સંસ્કૃતિ મંત્રાલયના રાજા

રામમોહનરાય ફાઉન્ડેશન કલકત્તાના એસીક્યુટીવ મેમ્બર,

જે.એન.યુ. દિલ્હીમાં શૈક્ષણિક કર્મચારી સિલેકશન સમિતિ નાં

મહામહિમ રાષ્ટ્રપતિ કક્ષા ના નોમીની સદસ્ય તેમજ મધ્યપ્રદેશની

ડો. હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલાધિપતિ ડો.

બળવંતભાઈ જાનીની ભારત સરકારના વિદેશ વિભાગ તરફથી

મેક્સિકો ખાતે જઈ રહેલા ભારતીય પ્રતિનિધિ મંડળ ના સભ્ય

તરીકે પસંદગી થઈ છે. આ અગાઉ ભારત સરકાર તરફથી તેઓશ્રીને મોરેશિયસ ખાતે પણ

મોકલવામાં આવેલ હતા. બે બળવંતભાઈ જાની મેક્સિકોના બીજા નંબરનું શહેર ગ્વાડાલાજારા

ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનો પરિસંવાદ મા મેક્સિકો અને ભારતીય – ગુજરાતી

લોક સાહિત્ય વિષયક વાર્તાલાપ કરશે. આ ઉપરાંત ડો. બળવંત ભાઈ જાની સાંસ્કૃતિક

આદાનપ્રદાન ની શક્યતાઓ વિશેની રાષ્ટ્રીય સંગોષ્ઠી માં અધ્યક્ષસ્થાને ભાગ લેશે અને મેક્સિકો

યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમો ના ચર્ચા સત્ર માં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત

સરકાર ના વિદેશ વિભાગ તરફથી મેક્સિકો જતાં ભારતીય પ્રતિનિધિ મંડળ માં ડો.બળવંતભાઈ

જાનીની પસંદગી થતાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઇ પંડ્યા, સૌ.યુનિ.નાં

કુલપતિ નીતિનભાઈ પેથાણી, સરસ્વતી વિદ્યામંદિર સંકુલ નાં ચેરમેન અપૂર્વભાઈ મણિઆર,

ડો. કલાધર આર્ય તેમજ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ના પદાધિકારીઓ, સાહિત્ય

શિક્ષણ જગતના મહાનુભાવો, સગા સ્નેહીજનો, મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છા આપવામાં આવી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply