વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદીનું અભિવાદન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ.

જૂનાં સદાબહાર ગીતોની રમઝટ બોલાવીને તુષાર ત્રિવેદીએ સહુને ડોલાવી દીધા.
———-
વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ)નું અમદાવાદ ખાતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા અભિવાદન કરાયું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડ, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ કસ્ટમના પૂર્વ આસી. કલેકટર વિપીનભાઈ ઓઝા (આઈઆરએસ), ગુજરાત સરકારના પૂર્વ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર કે. કે. ચાવડા, સિવિલ હોસ્પીટલ (અમદાવાદ)ના પૂર્વ આરએમઓ ડો. કનુભાઈ બોરીચા, જીનીયસ ફાઉન્ડેશનના પ્રેસીડન્ટ પાવનભાઈ સોલંકી, ગાયક-ઉદ્‌ઘોષક રાજ ગઢવી, લોકસેવિકા-પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવારના ડો. અક્ષયભાઈ-અનારબેન શાહ, અર્પિતાબેન શાહ, સ્વ. લીનાબેન રજનીકાંતભાઈ ગોસલિયા પરિવારના રૂપાબેન-ભરતભાઈ-મિતાલી મહેતા, જૈન અગ્રણીઓ જતીનભાઈ ઘીયા, દેવેનભાઈ બદાણી, પરેશભાઈ ધીયા અને હિરેનભાઈ બદાણી, સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજના પ્રમુખ ધીરેનભાઈ ત્રિવેદી, સહકારી ક્ષેત્રના ગોવિંદભાઈ જાદવ, એનઆઈડીસી (દિલ્હી)ના પૂર્વ ચીફ એન્જીનિયર જગજીવનભાઈ પી. ગોહિલ (સુદામડાવાળા), એમ. જે. ખત્રી, જ્ઞાનદેવસિંહ રાઠોડ, વિનોદભાઈ મિસ્ત્રી અને પાંચાભાઈ બોળીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

જૂનાં સદાબહાર ગીતોની રમઝટ બોલાવીને તુષાર ત્રિવેદીએ સહુને ડોલાવી દીધા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply