જીવનભર સુખદુઃખમાં સાથ નિભાવ્યા બાદ દંપતીએ મોતમાં પણ ના છોડ્યો હાથ. – ગૌરાંગ પંડ્યા.

ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ગાંધીનગર,

ઘણીવાર એવું બનતું હોય છે કે, પતિપત્ની વચ્ચે એવો ગાઢ પ્રેમ હોય છે કે જિંદગીભર સાથ નિભવ્યા બાદ મરતી વખતે પણ સાથ નિભાવે છે. આવી જ એક ઘટના ગાંધીનગરના સેક્ટર ચોવીસ ખાતે પ્રકાશમાં આવી છે. જેમાં દંપતીએ જીવનભર એકબીજાના સુખદુઃખના સાથી બન્યા બાદ મૃત્યુમાં પણ સાથ નિભાવ્યો હતો. આ દંપતીએ એક જ દિવસે વારાફરતી ફાની દુનિયા છોડી દીધી હતી. જેમાં પતિનું અવસાન થયા બાદ આ દુઃખદ ઘટનાથી આઘાતમાં સરી પડેલા તેમના પત્નીએ પણ અંનતની વાટ પકડી હતી.ગાંધીનગરના સેક્ટર ચોવીસ ખાતે રેહતા અભેસિંહ ભૂરૂંભા વાઘેલા અને તેમના પત્ની ઇન્દ્રાબા વાઘેલા એ એક જ દિવસે વારાફરતી ફાની દુનિયા છોડી દીધી હતી. બન્યું એવું હતું કે અભેસિંહ વાઘેલાની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત રેહતી હતી. એમાય અભેસિંહ કમળાના રોગનો શિકાર બન્યા જેની સારવાર પણ ચાલતી હતી.બે દિવસ પેહલા અભેસિંહની પાસે તેમના પત્ની ઇન્દ્રાબા જઈને બેઠા.. એવામાં અભેસિંહે પત્નીને વ્યાકુળ મને પૂછ્યું હું નહીં હોવ તો તું શું કરીશ..!આ સાંભડી ઇન્દ્રાબા થોડા મુંજાયા અને થોડી સેકંડમાં જ તેમણે પતિને જવાબ આપ્યો.. તમે નહીં હોવ આ દુનિયામાં તો હું પણ તમારી પાછળ પાછળ આવીસ…! બસ આ સવાન્દ પુરો થયોને થોડી વારમાં અભેસિંહએ ફાની દુનિયા છોડી દીધી.. આ જાઈ તેમના પત્ની ઇન્દ્રાબા સ્તબ્ધ થઈ ગયા.

ઘરમાં તમામની આંખોમાં આંસુ વહેવા લાગ્યા.. રીતરિવાજ મુજબ અભેસિંહની સ્મશાન યાત્રા નીકળી તેમની અંતિમવિધિ કરી ડાગુંઓ પરત ફર્યાને આઘાતમાં સરી પડેલા ઈન્દ્રાબેનએ પણ અનંતની વાટ પકડી હતી.. બંને વચ્ચે રહેલો અતૂટ પ્રેમને કારણે જ દંપતીએ મૃત્યુની પળમાં પણ સાથ નિભાવ્યો હતો. એક જ દિવસે દંપતીએ ફાની દુનિયાને અલવિદા કરતા તેમની દીકરી પણ આઘાત મા સરી પડતાં તેને સેક્ટર ચોવીસ ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ને બીજી તરફ જે ડાગુંઓ અભેસિંહ બાદ તેમની પત્ની ઇન્દ્રાબાની પણ અંતિમ ક્રિયા કરવા એજ સ્મશાનમાં ગયા હતા. દંપતીની એક જ દિવસે અનંત ની વાટ પકડતા પરિવારજનો સહિત સમગ્ર સેક્ટર ચોવીસમાં શોક વ્યાપી ગયો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply