કો’ક ઘરડાઘરમાં બેઠા કો’બગીચા બાંકડે, મોભ જેવાં શોભનારાં ઘડપણો ચાલ્યાં ગયાં. ઝાંઝવાંનાં જળ બની જે દર્દ’ને શણગારતાં, હાથ-તાળી દઇ મને ભીનાં રણો ચાલ્યાં ગયાં ! *પરબતકુમાર નાયી દર્દ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગાર-માટી, છાશ ચાલી તોરણો ચાલ્યાં ગયાં,
ગામમાંથી ચોર-પગલે સગપણો ચાલ્યાં ગયાં !

એ જ પાદર પીપળો ને એ જ ખેતર ખોરડા,
એ જ શેરી છે હજી પણ બચપણો ચાલ્યાં ગયાં !

ભીંતમાંથી ઓકળી ને ટોડલેથી મોરલા,
કાળજાં કોરી જનારાં કામણો ચાલ્યાં ગયાં !

કો’ક ઘરડાઘરમાં બેઠા કો’ બગીચા બાંકડે,
મોભ જેવાં શોભનારાં ઘડપણો ચાલ્યાં ગયાં.

ઝાંઝવાંનાં જળ બની જે દર્દ’ને શણગારતાં,
હાથ-તાળી દઇ મને ભીનાં રણો ચાલ્યાં ગયાં !

*પરબતકુમાર નાયી દર્દ*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply