*”લગ્ન પ્રસંગ માટે તૈયાર થતી વખતે યાદ રાખવા જેવી બાબતો.- વિશાલ વાંઝા”*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

બધા અત્યારે લગ્નની તૈયારીઓ માં હશે અને તમને કદાચ તમારા મિત્રો અને સંબંધીઓનાં લગ્ન માટે ઘણાં બધાં આમંત્રણો પણ આવ્યા હશે. એકવાર તમે લગ્નનું કાર્ડ પ્રાપ્ત થાય તે પછી પહેલો સવાલ જે આપણા મગજમાં આવે ઈ ઘણો કોમન સવાલ હોય છે જેમ કે મહેમાન તરીકે હું લગ્નમાં શું પહેરીશ?આ સવાલ નો જવાબ આપતા આપણા શહેર ના જાણીતાં ફેશન અને લાઇફસ્ટાઇલ બ્લોગર વિશાલ વાંઝા જે મોડર્ન મિત્ર તરીકે જાણીતાં છે. કહે છે કે,
“મહેંદી સમારોહ હોય કે સંગીત, કોકટેલ પાર્ટી હોય કે લગ્ન, કે પછી હોય રિસેપ્શન આ બધા કાર્યક્રમો માં શું પહેરવું એ સવાલ બધા માટે કોમન છે. મોટાભાગે ના પુરુષો વિચારે છે કે તેઓ પાસે ઘણા ઓછા વિકલ્પો છે. જ્યારે સ્ત્રીઓ પાસે ઘણા બધા વિકલ્પો અવેલેબલ છે, ત્યારે તમને જણાવી દઉં કે ભારતીય લગ્નમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે હવે વિવિધ અને અદ્ભુત વિકલ્પો પુરુષો માટે પણ ઉપલબ્ધ છે. પુરૂષો પાસે પણ લગ્નમાં પહેરવા માટે અને એક આગવી પહેરવેશ શૈલી દેખાડવા માટે ઘણા બધા વિકલ્પો અવેલેબલ છે. મારા મંતવ્ય પ્રમાણે એવા દિવસો ગયા જ્યારે પુરુષો કુર્તા-પાયજામા અથવા શેરવાનીમાં જ જોવા મળતાં. અત્યાર ના મોડર્ન પુરુષો પોતાના પહેરવેશ સાથે નવા નવા પ્રયોગો તથા પ્રયાસો કરતા રહે છે જેથી તેવો તમામને આકર્ષિત કરી શકે અને પોતે ભીડ માંથી અલગ તરી આવે.”*ધ્યાન માં રાખવા જેવી ફેશન ટિપ્સ:*તમે હંમેશા લગ્નમાં તમારી ભૂમિકાને આધારે તમારા વસ્ત્રો પસંદ કરો. તમે શાહી શેરવાની, સ્માર્ટ બંધગલા અથવા ડિઝાઇનરે ભારતીય પહેરવેશ પસંદ કરી શકો છો. પરંતુ જ્યારે તમે એક ભારતીય લગ્નમાં ભાગ લેતા હોવ ત્યારે સાચા પરંપરાગત કપડાંને વળગી રહેવું શ્રેષ્ઠ છે.લગ્નના આમંત્રણમાં ક્યારેક થોડા ડ્રેસ કોડ હોઇ શકે છે જેથી એને ધ્યાનમાં રાખીને તમારે પસંદગી કરવી જોઈએ.રિસેપ્શન માટે ઇંડો-વેસ્ટર્ન વસ્ત્રો અથવા વેસ્ટર્ન કપડાં જેવા કે વેલ ટેઈલર શૂટ, ફોર્મલ, ટેક્સેડો પસંદ કરી શકો છો.*ઓવરડ્રેસિંગ ટાળો:* લગ્નની થીમ ધ્યાનમાં રાખવી અને તે મુજબ ડ્રેસ ની પસંદગી કરવી શ્રેષ્ઠ છે. ઘણીવાર, ઓવરડ્રેસિગના કારણે લગ્નના દિવસે વરરાજા ઓવરશેડો થઈ જાય છે. તેથી તમારા પહેરવેશને સરળ અને આકર્ષિત રાખવુ શ્રેષ્ઠ છે.*આરામદાયક વસ્ત્રો પહેરો:* જો તમે વરરાજાના પક્ષમાં મહેમાન છો, તો તમારે આરામદાયક કપડાં પહેરવાનું વિચારવું જોઈએ કારણ કે તમારે બાહરાત મા ભાગ બનવું પડશે, જ્યા તમને લાંબા સમય સુધી નૃત્ય કરવાની ફરજ થશે. જેથી ફેરા સમારોહ માટે થોડું સરળ પહેરવાનું પસંદ કરો અને સાંજનાં કાર્યો માટે વેસ્ટર્ન અથવા ઈન્ડો- વેસ્ટર્ન ફયુશન કરો. યાદ રાખો કે ખૂબ ફિટ અથવા વધારે કલરવાળા કપડાં ન પહેરવા.*એસેસરીસ થી તમારા લુક ને વધારે ચાર્મ આપો:* એક ગોલ્ડન ઘડિયાળ કે જેના પર થોડા હીરા હોય, તથા કોન્ટ્રાસટ ક્લાસી કફ લિંક્સ સાથે સુંદર આકર્ષક બ્રોચથી તમારા ટ્રેડિશનલ જેકેટ્સને જાજમતો કરી શકો છો.*સ્ટાઈલ મંત્ર:* લગ્ન સમાહરો માટે કેવા પ્રકારનો પહેરવેશ પસંદ કરવો તે વિષે જણાવતા વિશાલ કહે છે કે, *”Wear traditionals like a formals”*ટ્રેડિશનલ લુક એક ફોરમલ લુક ની જેમ હોવુ જોઈએ. જેમાં ત્રણ થી વધારે કલર ના વપરાયા હોય. જે ખૂબ આરામદાયક હોય અને પરંપરાગત ભારતીય હોવાની સાથે થોડો મોર્ડન અવતાર )આપતો હોય. હું આ સિઝનમાં દિવસીય લગ્ન માટે પેસ્ટલ કલર પસંદ કરવાનો આગ્રહ રાખું છું. તમે રાત્રીના લગ્ન માટે ડાર્ક કલર્સ પસંદ કરો.ફોટો 1- *ઇંડો-વેસ્ટર્ન શેરવાની*
લગ્નની સિઝનમાં સૌથી વધુ ટ્રેન્ડિંગ થતી ઇંડો-વેસ્ટર્ન શેરવાની ની પસંદ એક યોગ્ય પસંદ છે. જે કોઈ પણ વ્યક્તિ ને આકર્ષિત કરી શકે છે. આજકાલની યુવા જનરેશન માં આ હોટ પ્રિય બની ગઈ છે.ફોટો 2 – *ટ્રેડિશનલ સાથે સાથે કેઝુઅલ લૂક*તમારે તમારા મિત્રો અને વરરાજા સાથે બારાત માં નૃત્ય કરવાનો હોય, ત્યારે તમારે સારી રીતે કમ્ફટેઁબલ પોશાક પહેરવાની જરૂર હોય છે, તેથી જો તમે સુંદર કુર્તા અને જિન્સ અથવા કેઝ્યુલ ટ્રાઉઝર વડે એક સિમ્પલ-સોબર અવતાર બનાવી શકો છો. થોડો વધારે ગ્લેમર ઉમેરવા માટે સરસ વેસ્ટકોટ અને ક્રોનોગ્રાફ ઘડિયાળ પહેરી શકાય. “બટ આઇ લાઇક ટુ કીપ ઇટ સિમ્પલ”.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply