“ગુજરાત 11” ગુજરાતી ફિલ્મ નો પ્રીમિયર શો યોજાઈ ગયો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ સમાચાર

જુવેનાઈલ હોમ એટલે કિશોર ગુનેગારોનું નિવાસ સ્થળ, જ્યાં રહેતા ગુનાખોર માનસ ધરાવતા કિશોરોને ઇન્સ્પેક્ટર દિવ્યા ચૌહાણ દ્વારા તાલીમ આપીને, આંતરરાજ્ય ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે. અને આ બાળકોમાં છુપાઈ રહેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે .આવી સરસ મજાની વાત, રમત ગમત વિષયને લઈને આવતી ગુજરાતી ફિલ્મ એટલે, ” ગુજરાત ઇલેવન”જયંત ગીલાટર એ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મના નિર્માતા હરેશ પટેલ, એમ. એસ. જોલી અને યશ શાહ છે.ફિલ્મમાં સંગીત રૂપકુમાર રાઠોડ નું છે અને શરૂવાત માં જ આવતું એક ગરબા ગીત સરસ રીતે ગાવા માં આવ્યું છે અને ડેઇઝી શાહ ને આ ગીત માં ગરબે રમતા જોઈ ને ગુજરાતી ફિલ્મ ની શરૂવાત કરવા માં આવી છે.આ ફિલ્મમાં મુખ્ય કલાકાર ડેઇઝી શાહ કે જે સલમાન ખાન સાથે “જય હો” ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ હતી. ગુજરાતી હોવાના નાતે તેણે, આ પ્રથમ ગુજરાતી ફિલ્મ માં પદાર્પણ કર્યું છે. ડેઈઝી ખૂબ જ પ્રભાવશાળી દેખાય છે. તેનો અભિનય પણ અદભૂત છે. જેમાં સાથ આપ્યો છે લોકપ્રિય કલાકાર પ્રતિક ગાંધી, કેવીન દવે એ.ગુજરાત ના જાણીતા કલાકાર ચેતન દૈયા નો અભિનય આ ફિલ્મ માં વખાણવા લાયક છે.પ્રતિક ગાંધી ને કોર્પોરેટ હાઉસના માલિક ની ભૂમિકામાં સારી ભૂમિકા ભજવી છે અને ફિલ્મ ના પાત્ર ને બરાબર ન્યાય આપ્યો છે. કેવિન દવે તેમના પાત્ર દ્વારા હળવાશ લાવવામાં સફળ રહ્યાં છે.ચેતન દૈયા નેગેટિવ ભૂમિકા માં યાદગાર અભિનય કરી જાય છે.ગુનેગાર માનસ ધરાવતા કિશોરોની ભૂમિકામાં તમામ કલાકારોએ સરસ ન્યાય આપ્યો છે.હવે દર્શકો ને ગુજરાતી ફિલ્મો માં આવતી આ નવી ફૂટબોલ ની રમત આધારિત ફિલ્મ કેટલી ગમે છે તે જોવું રહ્યું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply