એચ. એ. કોલેજ દ્વારા ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટ દ્વારા ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાઇ ગયો. અમદાવાદનાં વિવિધ વિસ્તારોનાં ચાર રસ્તા ઉપર સીગનલ દરમ્યાન જે નાગરીકોએ હેલ્મેટ નહોતુ પહેર્યું તેઓને લાલ ગુલાબ આપીને વિનંતી કરવામાં આવી હતી કે હવેથી વાહન ચલાવો ત્યારે હેલ્મેટ પહેરશો. હેલમેટ ન પહેરવાનું કારણ પુછવામાં આવતા ફની જવાબો મળ્યા હતા. ઘણા વ્યક્તીઓએ કીધું કે હેલ્મેટ પહેરવાથી હેર સ્ટાઈલ બગડી જાય છે,ઘણાએ કહ્યું કે હેલ્મેટ પહેરવું ફાવતું નથી, હેલ્મેટ પહેરવાની જરૂરજ નથી એવા જવાબો પણ મળ્યા હતા. જ્યારે ઘણાએ કહ્યું હતું કે હવેથી અમો હેલ્મેટ પહેરીશું. કોલકેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે અમદાવાદમા અકસ્માત થવાથી દર વર્ષે 300 થી વધારે મૃત્યું થાય છે તથા સમગ્ર ભારત દેશમાં દોઢ લાખથી વધુ મૃત્યુ થાય છે. અકસ્માતગ્રસ્ત હજારો લોકોને ખોડખાપણ રહી જાય છે. હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ પહેરવો તથા સ્પીડ લીમિટ રાખવાથી અકસ્માતથી બચાય છે. એન.સી.સી.નાં વિધ્યાર્થીઓએ શપથ લીધા હતા કે હું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીશ નહીં તથા તેની જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરીશ. એન.સી.સી.નાં લેફ્ટીનન્ટ પ્રા.વસાવાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply