અમદાવાદમાં હાઇપ્રોફાઇલ ભીખારીઓનું નેટવર્ક DPS-આશ્રમથી નિત્યાનંદ ચલાવે છે?- હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદના એસજી હાઇવે ઉપર ગુજરાત હાઇકોર્ટથી લઇને મકરબા ભાસ્કર હાઉસ વચ્ચે તેમજ લો ગાર્ડન વિસ્તાર તેમજ પાલડીના વિકસીત વિસ્તારોમાં ભીખ માંગવાનું હાઇપ્રોફાઇલ ઓર્ગેનાઇઝ નેટવર્ક ચાલતુ હોય તેવા અહેવાલ ગુજરાત એક્સક્લૂઝીવને મળ્યા છે. આ નેટવર્ક સાથે સ્વામી નિત્યાનંદ તેમજ તેમની સાથે જોડાયેલા અમદાવાદના NGOનો સબંધ હોવાની વાત સામે આવી રહી છે.

અમદાવાદના જે શિક્ષિત અને વિકસિત વિસ્તારો છે તે વિસ્તારોમાં તમને વારંવાર સ્કર્ટ અને હાફ શર્ટના એક ચોક્કસ પ્રકારના ડ્રેસમાં 8થી લઇને 15 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ સહાયના નામે ભીખ માંગતા જોવા મળી જશે. આ બાળકો ગુજરાત એક્સક્લૂઝીવને મળેલી જાણકારી મુજબ સ્વામી નિત્યાનંદ અને તેમની સાથે સંકળાયેલા NGOના નેટવર્કથી સબંધ ધરાવતા હોવાની વાત સામે આવી રહી છે.

કઇ રીતે ચાલે છે હાઇપ્રોફાઇલ ભીખારીઓનું નેટવર્ક

શહેરના શિક્ષિત અને વિકસિત વિસ્તારોમાં જ્યારે તમે મોલ-રેસ્ટોરન્ટ અને સિનેમા, પાનના ગલ્લા જેવી જગ્યાએ ઉભા હશો તથા જતા હશો ત્યારે તમને “એક્સક્યૂઝમી સર”નો એક અવાજ સંભળાશે. તમે જોશો તો એક 8થી લઇને 15 વર્ષની મુખ્ય રૂપથી છોકરી નહી તો છોકરા જોવા મળશે. બાળક પેન્ટ અને હાફ લાઇનીંગવાળા શર્ટમાં હશે અને છોકરી સ્કર્ટ અને હાફ શર્ટમાં હશે. તેમના વાળ સુવ્યવસ્થિત હશે અને જોઈને લાગશે કે કોઇ વ્યવસ્થિત બેકગ્રાઉન્ડના બાળક છે.આ બાળકના હાથમાં એક નોટબુક અને પેન હશે અને વ્હાઇટ લેમિનેટ કરેલુ પેપર હશે.આ પેપરમાં NGOમાં રહેતા બાળકોની સહાયતા માટે લખ્યુ હશે. આટલુ જ નહી જે છોકરી અથવા તો છોકરા તમારી પાસે ભીખ માંગતા હશે તે ‘ભીખ નહી સહાય માંગતા હોય’ તેવી રીતે તમને ઘાટ કરાવશે. બાળક તમારી સાથે બહુ સારી રીતે અંગ્રેજીમાં કહેશે, Sir we come from xyz NGO, we need your help for other small children living with us, please help us (સર અમે એક NGOમાંથી આવીએ છીએ અમારી સાથે બીજા નાના બાળકો રહે છે તેમના માટે અમને તમારી સહાયની જરૂર છે, પ્લીઝ અમને હેલ્પ કરો) જેવી લાઇનો કહેશે.

બાળકનું વ્યવહાર જે પ્રકારનું રહે છે કે કોઇ પણ લાગણીશીલ અને દયાળુ માણસનું હદય પીઘળી જાય તે ચોક્કસ આ બાળકના બીજા હાથમાં જે નોટબુક હશે તેમાં 50-100 અથવા 500 રૂપિયા અને પોતાનું નામ લખીને આ બાળકને પૈસા આપી દેશે.

આ ભીખ માંગતા પ્રશિક્ષિત બાળકોની દોરી સંચાર નીત્યાનંદ સાથે અમદાવાદમાં સંકળાયેલા NGOના નેટવર્ક સાથે છે તેવા અહેવાલો ગુજરાત એક્સક્લૂઝીવને મળ્યા છે. આ આઠ વર્ષથી લઇને 15 વર્ષના છોકરા-છોકરીઓને નારોલથી લઇને હાથીજણના વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ નિત્યાનંદના આશ્રમ તેમજ તેમની સાથે સંકળાયેલા NGOમાં રાખવામાં આવે છે.જો આ દિશામાં પોલીસ તપાસ કરે તો હ્યૂમન ટ્રાફિકિંગનો અને NGOના નામે ચાલતા કાળા ધંધાનો એક બહુ જ વિકૃત સ્વરૂપ બહાર આવી શકે છે અને શહેરમાં મંજુલા પૂજા શ્રોફ અને અમિતાભ શાહ જેવા ફરતા ઘણા સફેદ પોશ લોકો ખુલ્લા પડી શકે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply