ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા હાસ્યનિબંધકાર,નાટ્યકાર બકુલ ત્રિપાઠીના ૯૨-મા જન્મદિન પ્રસંગે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરના અધ્યક્ષસ્થાને’સચરાચરમાં’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

તારીખ:૨૭ નવેમ્બર ૨૦૧૯,બુધવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,સાહિત્યપ્રેમીશ્રી મુકુંદ દવેના સહયોગથી,ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા હાસ્યનિબંધકાર,નાટ્યકાર બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીના ૯૨-મા જન્મદિનપ્રસંગે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરના અધ્યક્ષસ્થાને’સચરાચરમાં’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે બકુલ ત્રિપાઠીની સાહિત્યસૃષ્ટિ વિશે શ્રી હસિત મહેતાએ વક્તવ્ય આપ્યું.અને અધ્યક્ષીય વક્તવ્ય હાસ્યલેખકશ્રી રતિલાલ બોરીસાગરએ પ્રસ્તુત કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું હતું.આ પ્રસંગે બકુલ ત્રિપાઠીના પરિવારજનો,સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply