*ઈ. ડી.નો ધક્કો પવાર નો પાવર બની ગયો અને ચાણક્ય ની ચોટલી ખિત્તો કરી દીધી…!!!!* *લોકશાહી ઉપર ઠોક શાહી હાવી થતી જાય છે.. આપણું કોણ..?*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

*પ્રજા સ્વીકારતી બંધ થાય એટલે ભલભલા ના તપેલા અભેરાઈએ ચડી જાય છે..*

એક ઘટના બહુમતી વિના સત્તા મેળવવા કાશ્મીર મા બની હતી.કે સામ સામે ની વિચારધારા વાળા સાથે બેસી ગયા..નવાઈ ની વાત તો એ છે કે જ્યારે આં કજોડું તૂટ્યું ત્યારે સીધાજ આક્ષેપો હતા…પાકિસ્તાની વિચારધારા કે કાશ્મીરી આતંક વાદ ને મદદ કરે છે..અરે ભાઈ લગ્ન કર્યા ત્યારે ખબર નોતી..?
*મહારાષ્ટ્ર મા વર્ષો સુધી ટેકો આપનાર ગઠબંધન ના સાથી એ એક રાજ્યનું પ્રધાન પદુ માગ્યું..ને રોડે ચડ્યા..સત્તા ના સમીકરણો ખરીદ ફરોશ થી ન બન્યા…છેવટે પોતાનો સાથી છેડો ફાડી બીજા પક્ષ સાથે ગઠબંધન કરવા લાગ્યો એટલે રસ્તો રાત..”રાષ્ટ્રપતિ શાસન”*
જ્યારે ત્રણ પક્ષો કોમન મીનીમામ પ્રોગ્રામ બનાવી સમજૂતી નો રસ્તો સાફ કરતા જોવા મળ્યા એટલે રાષ્ટ્રવાદ ના પ્રમાણપત્રો બટવા વાળા બેંક કોભાંડી સાથે ગોઠવાઈ ગયા અને લોકશાહી શાસન મા પ્રજાને કોલ આપનાર વડાપ્રધાન મોદી…”તમે પાંચ દિવસ જાગો..હું પાંચ વર્ષ જગીશ” આં ભરોસે લોકો નીંદર માણતા હતા..
*ભાંગતી રાત્રે રાષ્ટ્રપતિ શાસન હટી ગયું…અને પરોઢિયે મુખ્યમંત્રી એ શપથ પણ લીધા..પ્રજા કોના ભરોસે નિરાંત નીનિંદર માણે..? આખા દેશને સંદેશો આપી દીધો જગતે રહો..*.
નવાઈ ની વાત તો એ છે ગમે તેવા ગૂંહાખોર..કે લૂંટારા..રસ્તે વિરોધીઓ સાથે પણ છેડા છેડી બાંધે છતાં “રાષ્ટ્રવાદી” આં રાષ્ટ્ર ભક્તિ ને સલામ..પ્રજા નો ભરોસો ભગવાન સિવાય કોઈના ઉપર નથી રહ્યો..સત્તા ભૂખ્યા વરુઓ શાસન કરતા હોય તેવો અહેસાસ પ્રજા કરી રહી છે…
*પ્રજાએ બહુમતી આપી દેશ નું શાસન સોંપ્યું..પ્રજાને શું મળ્યું..?.બેકારી..બેરોજગારી…ભૂખમરો..મોંઘવારી…ખેડૂતો ની બરબાદી..આમાં પ્રજાનો શું વાક..?*
લોક ચુકાદો તો કોઈ ને માન્ય નથી પણ ધારાસભ્યો ની ખરીદ ફરોષ કરે ગમે તેવા કોભાંડી સાથે સત્તા માટે હાથ મિલાવે..છતાં ઘુરકિયા કરે…રાષ્ટ્રવાદ ની વાતો કરે..ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હોવાના દાવા કરે…કર્ણાટક મા કોની સાથે…? અરે હરિયાણા મા તો બધી હદ વટાવી…સત્તા બનાવવા માટે જેલમાં થી પણ કલીંચિટ…અને મહારાષ્ટ્ર મા ૭૦૦૦૦ કરોડ ના કોભાંડી સાથે જમણવાર…ગુન્હા માફ…ક્લીન ચીટ…!!!!
*આતો ભાઈ “ગુન્હેગારો ને ઘોવા તેના પાપ ધોવાનું વોશિંગ્ મશીન એટલે ભાજપ”ગંગા જળ નો ઉપયોગ કરે છે..? કે પછી ગંગા ને પણ સાફ કરવા ના મિશન સાથે તિજોરી ને પણ સાફ કરે છે…?*
જેના વિરુદ્ધ ભ્રષ્ટાચાર ના ચાર્જ હતા..જેલવાસ કર્યો હતો તેના સાથે જારખંડ મા “ઘર ઘરનું”કરી નાખ્યું..ખુદ ગબ્બર મોદી સાહેબે આવકારી વખાણ્યા..કોંગ્રેસ માથી પણ ઘણા ને પાપ ધોવા લઇ ગયા છે…
*આં દેશ મા કોઈ એવો ગુન્હાખોર નેતા નથી જે ભાજપ ને ખપે નહિ…”સબ ભરખી પાર્ટી છે”*
ભગવાને સૃષ્ટિ નું સર્જન કરી ત્યારે એક બીજા નો ખોરાક જીવો..વનસ્પતિઓ..નું પણ સર્જન કર્યું..અને કોનો ખોરાક કોણ..? એ પણ નક્કી કર્યું…એક માત્ર માણસ મા ભગવાન છેતરાયા શું ખાય એ નક્કી જ નહી…પણ “બધુજ ખપે એવી માસ્ટર કી એટલે ભાજપ” આમાં કોઈ કંટ્રોલ વાલ જ નથી..
*આમ છતાં રાષ્ટ્રવાદ ની દુકાન તો ચાલુ જ..આં દેશ ને ગધેડા પાટુ મારી ને રાષ્ટ્રવાદ શીખવતા હોય તેવું લાગે..છતાં પણ એ ભાજપ નો રાષ્ટ્રવાદ છે… ભક્તો એ સ્વીકાર્યો છે..આશારામ કેવા કર્મો કરી જેલ મા છે તે વાત બધાજ જાણે છે..એટલે સૌ નફરત કરે છે..છતાં ભક્તો હજુ તેમાં ભગવાન ભાળે છે..આવી ભક્તિ ભાજપ ના ભક્તો મા જોવા મળે છે…*
કોઈ ચાણક્ય ની ઉપમા સાથે આખા દેશ મા કજોડાં કરવા ના ચોગઠા ગોઠવી રહ્યા હતા…એવામાં મહારાષ્ટ્ર ની ચટણી આવી… ઈ. ડી.એ આટો માર્યો ને બાજી બગડી..ખરા ચાણક્ય..એટલે કે ચાણક્ય ના બાપ પવારે પાવર દેખાડ્યો હોય તેવું લાગી રહ્યું છે…!!
*એવી એક પણ ઓળખ સારી કે ખરાબ નથી જે ભાજપે પ્રાપ્ત ન કરી હોય…આતો ગંગા નો ઈજારો રાખ્યો છે..ગંગા સફાઈ થાય કે ન થાય પણ ગંગા જળ ના વોશિંગ્ મશીન મા ગુંડાઓ..ભ્રષ્ટાચારીઓ..માફીયાઓ..બળાત્કારીઓ..શોષણ ખોરો..લૂંટારાઓ..ની સફાઈ કરી છે એટલે તો “સ્વચ્છ ભારત અભિયાન” હાથ ધર્યું છે…ગામ સાફ થાય કે ન થાય..ગામ નો ઉતાર બધાજ રાજકીય પક્ષો માથી ભાજપ ના વોશિંગ્ મશીન મા સાફ થઈ રહ્યો છે..ભલે પછી આં વોશિંગ્ મશીન ના કારખાના નાં ઇજનેર શાહ હોય..પણ માલિક તો ખુદ ગબ્બર મોદી જ છે…*
લી..
. *લાભુભાઈ પી. કાત્રોડીયા..*
પ્રમુખ
. *ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ..*
. ભાવનગર
. *મો..૯૪૨૬૫૩૪૮૭૪*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply