સતત અકસ્માતો સર્જી રહેલી બીઆરટીએસની સુરક્ષા હવે બાઉન્સરોના હવાલે

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજ્યમાં બીઆરટીએસ ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ, બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા વાહનચાલકો પણ માથાનો દુખાવો બન્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં વાહનચાલકોને ગાડી ચલાવવાની મનાઈ હોવા છતાં વાહન ચાલકો પોતાની ગાડી બીઆરટીએસ કોરિડોરમાં હંકારે છે. ત્યારે હવે અકસ્માતો ને નિવારવા માટે અમદાવાદ બીઆરટીએસ કોરિડોર બાઉન્સરોને હવાલે મૂકાયું છે. બીઆરટીએસ કોરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરાયા છે. ત્યારે આજે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક પોલીસની સાથે બાઉન્સરો પણ ઉભા દેખાયા. જેઓ કોરિડોરમાં આવી રહેલા ખાનગી વાહનોને રોકી રહ્યાં છે.

તો બીજી તરફ, બીઆરટીએસનું સંચાલન કરી રહેલ અમદાવાદ જનમાર્ગ લિમિટેડના ડે.મ્યુનિ. કમિશનરે પણ સ્વીકાર્યું કે, ટ્રાફિક પોલીસ સાથેની સયુંકત ઝુંબેશમાં એએમસીએ અમદાવાદમાં વિવિધ ૮ સ્થળે પોતાના બાઉન્સર મુકવામાં આવ્યાં છે. પૂર્વ વિસ્તારના કોરિડોરમાં આગામી કેટલાક દિવસ સુધી યથાવત આ ઝુંબેશ ચાલુ રહેશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply