રોજના 50,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એવો તંત્રનો એક્શન પ્લાન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

પ્રતિમાની સાફસફાઈ સહિત મેન્ટેનન્સની કામગીરી માટે પ્રતિમાનાં છાતીના ભાગે બ્રોન્ઝ મેટલની 1 મીટર બાય 1 મીટરની 10 બારીઓ અને મસ્તીક્ષના ભાગે 1 બારી એમ કુલ 11 બારીઓ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે

બારી બનાવવા માટે પ્લાઝમા વેલ્ડીંગથી પ્રતિમાનો અમુક ભાગ કટ કરાશે અને એની પર કલેમ્પ લગાવી કટ કરેલા ભાગની જ બારીઓ બનાવાશે

વ્યુઇંગ ગેલેરી જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા સરદાર પટેલની પ્રતિમામા અમુક પ્રકારનું મોડીફિકેશન કરવાનું નક્કી કરાયું

રાજપીપલા તા 26

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.દેશ-વિદેશ માંથી રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.અને આ સંખ્યા ક્રમશ:વધતી જઈ રહી છે ત્યારે આગામી સમયમાં રોજના 50,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એવી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરાઈ રહી છે.સત્તાવાર સૂત્રો ના જણાવ્યા અનુસર વધુ પ્રવાસીઓને આકર્ષવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટોનું પણ નિર્માણ કાર્ય હાથ ધરાયુ છે.

વિશ્વ કક્ષાની પ્રતિમા હોય તો એ પ્રતિમાની જાળવણી અને પ્રતિમા જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાળવણી અને વ્યુઇંગ ગેલેરી જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા સરદાર પટેલની પ્રતિમામા અમુક પ્રકારનું મોડીફિકેશન કરવાનું નક્કી કરાયું છે.પ્રવાસીઓને નીચે સુધી આવવા માટે સરદાર પટેલની પ્રતિમાના પગ બન્ને પગ પર 2.5 મીટર બાય 1.5 મીટરના 2-2 ગેટ એમ કુલ 4 ગેટ પણ બનાવશે,

વધુમા 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાની સાફસફાઈ સહિત મેન્ટેનન્સની કામગીરી માટે પ્રતિમાનાં છાતીના ભાગે બ્રોન્ઝ મેટલની 1 મીટર બાય 1 મીટરની 10 બારીઓ અને મસ્તિષ્કના ભાગે 1 બારી એમ કુલ 11 બારીઓ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે.એ બારી બનાવવા માટે પ્લાઝમા વેલ્ડીંગથી પ્રતિમાનો અમુક ભાગ કટ કરાશે અને એની પર કલેમ્પ લગાવી કટ કરેલા ભાગની જ બારીઓ બનાવશે જેથી સાફસફાઈ કરવામાં આસાની રહે.તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 135 મીટરની ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી સુધી જવા માટે પણ પ્રવાસીઓની લાંબી લાઈનો પડે છે. તો વ્યુઇંગ ગેલેરીમાં અચાનક કોઈ અજુકતી ઘટના બને અથવા કોઈક કારણોસર આગ લાગે ત્યારે ભાગ દોડ મચવાથી મોટી જાનહાની થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.જેને કારણે પ્રવાસીઓને નીચે સુધી આવવા માટે સરદાર પટેલની પ્રતિમાના પગ બન્ને પગ પર 2.5 મીટર બાય 1.5 મીટરના 2-2 ગેટ એમ કુલ 4 ગેટ પણ બનાવશે,જેથી પ્રવાસીઓ ગ્રાઉન્ડ ફલોર પર પહોંચે એ પેહલા ગેટની મારફતે પ્રતિમાની બહાર નીકળી પોતાનો બચાવ કરી શકે.

બીજું એ કે સરદાર પટેલની પ્રતિમમાં ઉપર થઈ રહેલા મોડીફિકેશનથી પ્રતિમાની સુંદરતા ન બગડે એનો પણ ખાસ ખ્યાલ રખાઈ રહ્યો છે,મોડીફિકેશન બાદ પ્રતિમાની સુંદરતા પણ એટલી જ અકબંધ રહેશે જેટલી અત્યારે છે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સુંદરતાની સાથે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી હાલ મોડીફિકેશન થઈ રહ્યું છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply