*“ટ્રેન ઉપડવાનો સમય થયો અને…” તમારી ૨ મિનિટનો સમય કાઢીને જરૂરથી વાંચજો, હ્રદયસ્પર્શી સ્ટોરી*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત સમાચાર

એક મહિલા અને તેનો પતિ એક ટ્રંક સાથે ડબ્બામાં પ્રવેશ્યા. સ્ત્રી દરવાજા પાસે બેસી ગઈ, પણ તે માણસ બેચેન થઇ ને ઉભો રહ્યો. તે જાણતો હતો કે તેની પાસે સામાન્ય ટિકિટ છે અને આ રિઝર્વેશન બોક્સ છે. તેણે ટીસીને ટિકિટ બતાવતી વખતે હાથ જોડી દીધા. “આ જનરલ ટિકિટ છે. આગલા સ્ટેશન પર જનરલ ડબ્બામાં ચડી જાજો બાકી આઠસો ની રસીદ ફાટશે.” ટીસીએ જવાબ આપતા કહ્યું.

પતિ અને પત્ની બંને દીકરીને ઘરે પેહલો દીકરો જનમ્યો છે તો તેને જોવા જઈ રહ્યા હતા. શેઠે ભારે મુશ્કેલીથી બે દિવસની રજા અને ૭૦૦ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. પત્ની અને લોખંડની પેટી સાથે ખુબ જ કોશીશ કરવા છતાં પણ જનરલ ડબ્બામાં ચડી ના શક્યા. જેથી લાચાર થઈને સ્લીપર ક્લાસમાં આવી ગયા હતા. “સાહેબ, પત્ની અને સમાન સાથે જનરલ ડબ્બામાં ચડી નથી શકતા. અમે અહીંયા જ ખૂણામાં ઉભા રહી જાશું ખુબ મેહરબાની થશે તમારી” તેણે ટીસીની તરફ ૧૦૦ રૂપિયા ધરીને કીધું.

“૧૦૦ માં કાંઈ થતું નથી. ૮૦૦ કાઢો નહીં તો નીચે ઉતરો.” ટીસીએ જવાબ આપતા કહ્યું. “૮૦૦ તો ગુડડોની ડિલિવરીમાં પણ નથી થયા સાહેબ. પૌત્રને જોવા જઈએ છીએ, ગરીબ છીએ, જવા દો ને સાહેબ” આ વખતે પત્નીએ કહ્યું. “તો એક કામ કરો, ૪૦૦ આપો. હું એક જ રસીદ બનાવું છું. બંને બેઠા રેહજો.” “આ લઇ લ્યો સાઇબ રસીદ રહેવા દ્યો” પતિએ બસો રૂપિયા આપતા કહ્યું. “ના, કોઈ રસીદ તો બનનાવી જ પડશે ઉપર થી ઓર્ડર છે. ચાલો, ૪૦૦ આપો. ઉતાવળ કરો, નહીં તો સ્ટેશન આવે છે, નીચે ઉતારો અને જનરલ બોગી પર જાઓ.” આ વખતે ટીસીએ થોડું ઠપકાથી કહ્યું. ટી વ્યક્તિએ ૪૦૦ રૂપિયા આપ્યા, જાણે પોતાનું હૃદય કાપીને આપી રહ્યો હોય તેવું લાગ્યું.

બંને પતિ-પત્ની દુ:ખી થઈને બેઠા હતા, જાણે પૌત્રના જન્મ પર નહીં, તેના શોકમાં જઈ રહ્યા હોય. “આ ચારસો રૂપિયા કેવી રીતે અડજસ્ટ કરીશુ? શું મારે રીટર્ન ટિકિટ માટે વેવણ પાસે પૈસા માંગવાની જરૂર પડશે?” ના, ના. છેવટે પતિએ કહ્યું- “હું સો દોઢશો વધારે લાવ્યો હતો. ગુડ્ડુના ઘરે ચાલતા જશુ. સાંજનું ભોજન નહીં કરીયે. ૨૦૦ તો એડજસ્ટ થઈ ગયા છે. અને હા, આવતા સમયે પેસેન્જરમાં આવીશું, ૧૦૦ રૂપિયા બચશે.” એક દિવસ વધારે લાગશે. શેઠ પણ બૂમ પાડશે. પણ હું મુન્ના માટે બધું સહન કરીશ. તે છતાં પણ આ ફક્ત ૩૦૦ જ થયા.”

“ચાલો એવું કરીએ કે, આપણે નાના-નાની વતી ૧૦૦-૧૦૦ આપવાના હતા, હવે બંને એક સાથે ૧૦૦ આપશુ. આપણે થોડા અલગ છીએ. થઈ ગયા ને ૪૦૦ નું એડજસ્ટમેન્ટ” પત્નીએ કહ્યું. “પણ મુન્ના ને ઓછું આપીશું….” અને પતિની આંખો આંસુથી છલકાઈ ગઈ. “તમે કેમ મન ભારે કરો છો, ગુડડો જ્યારે મુન્નાને લઈને ઘરે આવશે ત્યારે ૨૦૦ વધારે આપી દઈશું. કહેતી વખતે પત્નીની પણ આંખો માંથી આંસુ છલકાઈ ગયા. પછી આંખો લૂછતાં લૂછતાં તેણે કહ્યું – “જો મને મોદિજી ક્યાંક મળશે, તો હું કહીશ, આટલા પૈસા નાખીને બુલેટ ટ્રેન ચલાવવાને બદલે, આટલા પૈસામાં દરેક ટ્રેનમાં ૪-૪ જનરલ ડબ્બા લગાવી દો. જેથી આપણા જેવાને ટિકિટ હોવા છતાં પરેશાન થવું ના પડે અને આપણા મુન્ના ના ૧૦૦ રૂપિયા પણ બચી જાય. તેની આંખ ફરી છલકાઈ ગઈ. “અરે ગાંડી, આપણે ગરીબ લોકો છીએ, આપણને મત આપવાનો અધિકાર છે, પણ સલાહ આપવાનો નથી, રડીશ નહીં.”

*(નમ્ર પ્રાર્થના, જેણે આ વાર્તા વાંચી છે તેઓને આ ઘટનાની કદાચ સંયોગ લાગતી હોય, પરંતુ આ વાર્તા છે શેયર કરો, કોપી પેસ્ટ કરો, પણ રોકાવી ના જોઈએ. કદાચ રેલ મંત્રાલય પણ જનરલ ડબ્બાની પરિસ્થિતિઓને સમજી શકે. ત્યાં મુસાફરી કરતો ગરીબ વર્ગ ત્યારનો છે, જેનું શોષણ વર્ષોથી થઈ રહ્યું છે. એક ફેરફાર કરવાનો પ્રયાસ, એક મધ્યમ કુટુંબ થી.*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply