તત્વપ્રિયાનો વધુ એક વીડિયો વાયરલ, ‘મારૂ અપહરણ થાય તેવી મને ભીતિ’- ગૌરાંગ પંડ્યા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

નિત્યાનંદ આશ્રમ વિવાદ જ્યારથી ચર્ચામાં આવ્યો છે ત્યારથી એક પછી એક ખુલાસા અને ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. નિત્યાનંદ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે.

લોપામુદ્રાનો પોસ્ટ કરેલા વીડિયામાં તે જણાવી રહી છે કે, હું મારો જીવ બચાવવા ઘણા દેશોમાં ફરી રહી છું, મારી સુરક્ષાને લઈને વીડિયો અપલોડ કરૂ છું. એક હિન્દુ સાધ્વી તરીકે મેં મારી જિંદગી પસંદ કરી છે. સ્વામીજી વિરૂદ્ધ ક્્યારેય દુષ્કર્મ અંગે ફરિયાદ કરવાની નથી. મીડિયામાં મારૂ ચોક્કસ લોકેશન દર્શાવે તે જાખમી છે, જેથી હું આમતેમ ફરી રહી છું. લોપામુદ્રાએ ભાર મૂકતા જણાવ્યું કે, સમગ્ર Âસ્થતિ માટે મારા પિતા જવાબદાર છે. હવે મારૂ અપહરણ થાય તેવી મને ભીતિ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, લોપામુદ્રા ઉર્ફે તત્વ પ્રિયાએ વધુ એક વિડીયો અપલોડ કર્યો હતો. લોપામુદ્રાએ મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે, મીડિયા મારુંલોકેશન ટ્રેસ કરી રહી છે. મેં ભારત છોડ્યા બાદ મારા જીવના બચાવ માટે ઘણા બધા દેશોમાં ફરી છું, મીડિયા મને ટ્રેસ કરે છે કે હું ક્્યાં છું જેથી મને જાખમ લાગી રÌšં છે. તેણે ઉમેર્યું હતું કે, મારી સુરક્ષાને લઈને જ આજે આ વીડિયો અપલોડ કરું છું. મે જ મારી હિન્દૂ સાધ્વી તરીકેની જિંદગી પસંદ કરે છે. મેં સ્વામીજી વિરુદ્ધ ક્્યારેય કોઈ દુષ્કર્મ અંગે ફરિયાદ કરી નથી કે કરવાની નથી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply