રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહને સ્પેનમાં સમલિંગીકો માટે માનવ અધિકારની લડતમાં યોગદાન આપવા બદલ હ્યુમન રાઇટ્સ એવોર્ડ અપાયો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહને સ્પેનમાં સમલિંગીકો માટે માનવ અધિકારની લડતમાં યોગદાન આપવા બદલ હુમનરાઇટ્સ એવોર્ડ અપાયો.

માત્ર સમલિગોકો માટે નહીં પણ માનવ અધિકાર હક માટે પ્રશંસનીય કામગીરી માટે સન્માનજનક અવોર્ડ અપાયો.

યુવરાજ અનિવાર્ય સંજોગોને કારણે જઈ ન શકતા તેમના વતી સ્પેન ખાતેના ભારતના પ્રતિનિધિ એમ્બસીએ સ્વીકાર્યો.

રાજપીપળા,તા.22

રાજપીપળા રાજવી પરિવારના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ સ્પેન ખાતે માનવ અધિકાર એવોર્ડ અપાયો.
રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ હવે સમલિંગીકો અને એચઆઇવી એઇડ્સ પીડિતો માટે દેશ અને વિદેશમાં સતત કામગીરી કરતા યુવરાજ હવે વર્લ્ડ સેલિબ્રિટી બની ગયા છે ત્યારે તેમના સારા કામને દેશ-વિદેશમાં પ્રશંસા અને કદર પણ થઈ રહી છે, તાજેતરમાં રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ સ્પેન ખાતે માનવ અધિકાર અંગે ભારતમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ સ્પેનનો પ્રતિષ્ઠિત ગણાતો હુમનરાઇટ્સ એવોર્ડ એનાયત કોર્ડોબા સીટી માં યોજાયેલ એક એવોર્ડ સમારંભમાં અપાયો હતો. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. સ્પેન ખાતે એલજીબીટી નામની સંસ્થા દ્વારા આ એવોર્ડ એનાયત કરાયો હોવાનો યુવરાજે જણાવ્યું હતું, આ અંગે યુવરાજે સંદેશને મુલાકાતમાં જણાવ્યું હતું કે માત્ર સમલીગીકો માટે નહીં પણ માનવ અધિકારના હક માટે પ્રસંશનીય કામગીરી માટે આ એવોર્ડ અપાયો છે. જો કે પોતે તે દિવસે યુવરાજ અનિવાર્ય સંજોગોના કારણે જઈ ન શકતા તેમના વતી સ્પેન ખાતે ભારતીય એમ્બસી ભારતના પ્રતિનિધિ જુહીબેન જલોટાએ યુવરાજ વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. માનવ અધિકારના હક માટે સતત લડતા યુવરાજે જણાવ્યું હતું કે મારી ગેરહાજરીમાં સ્પેન ખાતે ભરતીય એમ્બેસી જુહી જલોટાએ મારો ફોન પર સંપર્ક કરી એવોર્ડ સ્વીકારવા માટે સહમતી આપ્યા બાદ તેમને આ એવોર્ડ સ્વીકારી યુવરાજે ભારતનું ગૌરવ વધાર્યું હોવાનું જણાવી ગૌરવ વ્યક્ત કર્યું હતું.
એમ્બેસી જુહી જલોટા એ એવોર્ડ સ્વીકાર્યા પછી આભાર વ્યક્ત કરી સન્માનોનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે ભારતના પ્રતિનિધિ તરીકે સમલીગીકો હક્કો માટે લડત આપનાર ભારતના પ્રિન્સ યુવરાજના આ એવોર્ડ સ્વીકારતા હું ગૌરવ અનુભવું છું જેમણે ભારતના સમલીગીકો માટે સતત લડાઈ લડયા બાદ સુપ્રીમ કોર્ટ સમલીગીકોના સમાન હક્કો આપવા નો આવકારદાયક ચુકાદો સમલીગીકોની તરફેણમાં આપી ન્યાય આપ્યો. આ લડતમાં યુવરાજ માનવેન્દ્રસિંહ નો ફાળો હોવાથી હુમનરાઇટ્સ ના લડવૈયા તરીકે ગણાવી આ એવોર્ડ થી તેમણે ભારતનું ગૌરવ વધાર્યું હોવાનું જણાવ્યું હતું. કે આ એવોર્ડ ભારત સરકાર યુવરાજને પહોંચતો કરશે એમ પણ જણાવ્યું હતું.

રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply