બોય્ઝ ચિલ્ડ્રન હોમ ખાતે આંતરાષ્ટ્રિય બાળદિનની થયેલી ઉજવણી: બાળકોની આરોગ્ય તપાસ સાથે સ્પોર્ટસ કીટસનું વિતરણ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

નર્મદા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં રાજપીપલા મુખ્ય મથકે બોય્ઝ ચિલ્ડ્રન હોમ ખાતે થયેલી આંતરાષ્ટ્રિય બાળદિનની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તબીબી તપાસ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને સ્પોર્ટસ કીટસમાં બેડમિન્ટન અને ક્રિકેટ કીટસનું વિતરણ કરી બાળકો અભ્યાસમાં વધુ આગળ વધે અને વધુ સારી પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસગે મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરી, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર તથા બાળ કલ્યાણ સમિતિના સભ્યઓ, સંસ્થાના પ્રમુખઅને મંત્રી તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહયાં હતા.

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply