સંસદ ગીતાબેન રાઠવાની કેવડીયા એરપોર્ટ લઈ જવા સામે રાજપીપળાના રાજવી પરિવાર પણ ખિન્ન,રાજવી પરિવારના સદસ્ય મહારાજ કુમાર ઇન્દ્રવિક્રમસિંહે આપી પ્રતિક્રિયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

સંસદ ગીતાબેન રાઠવા ની કેવડીયા એરપોર્ટ લઈ જવા સામે રાજપીપળાના રાજવી પરિવાર પણ ખિન્ન
રાજવી પરિવારના સદસ્ય મહારાજ કુમાર ઇન્દ્રવિક્રમસિંહે આપી પ્રતિક્રિયા.
રાજપીપળા એક સુંદર વીરાસતી હેરિટેજ રાજ્ય છે, તો ગીતાબેન એરપોર્ટ છીનવી રહ્યા છે. જે દુઃખદ બાબત છે. રાજપીપળા સ્ટેટની એક ઐતિહાસિક ધરોહરને ભૂંસવાનો પ્રયાસ છે – મહારાજ કુમાર ઇન્દ્રવિક્રમસિંહ.
રાજપીપળા,તા.22
છોટાઉદેપુર ના સંસદ ગીતાબેનરાઠવા એ ચાલુ સંસદ સત્રમાં કેવડિયા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની માંગણી કરી છે ત્યારે તેની સામે વિરોધનો સૂર વધી રહ્યો વધતો જઈ રહ્યો છે, કારણ કે રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની ચાલી રહેલી વાતને ઉડાવી દઇ રાજપીપળાના વિકાસ રુંધાય તો જણાતા રાજપીપળામાં જ એરપોર્ટ બનવું જોઈએ એવી માંગ હવે વધુ બુલંદ થઈ છે. ગઈકાલે રાજપીપલા એરપોર્ટ માટે જમીન દાનમાં આપનાર વારસદારોએ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાના હોય તો દાનમાં આપેલી જમીન પાછી આપવાની વાત શરૂ થયા બાદ હવે રાજવી પરિવાર પણ આ નિર્ણયથી ખિન્ન થયો છે.
ગીતાબેનના રાજપીપળા શહેર થી એરપોર્ટ થી કેવડીયા ને આપવાના પ્રયત્નો થી જનતા તેમજ રાજવી પરિવારમાં આક્રોશ ફેલાયો છે. રાજપીપળાના મહારાજ કુમાર ઇન્દ્રવિક્રમસિંહ ગોહિલે જણાવ્યું છે કે, રાજવી પરિવાર એરપોર્ટ બાબતે ગંભીર હતું અને આજે પણ છે. રાજપીપળા એક સુંદર વિલાસથી હેરિટેજ રાજ્ય છે, તો ગીતાબેન એરપોર્ટ છીનવી રહ્યા છે જે દુઃખદ બાબત છે અને આવી રીતે રાજપીપળા સ્ટેટની ઈતિહાસીક ધરોહર ભૂંસી નાખવાનું તેઓ પ્રયાસ કરી રહ્યા છે. પહેલાથી સરકારે રાજપીપળા સ્ટેટના એક ઐતિહાસિક વારસાને જાળવવા નો કોઈ પ્રયત્ન નથી કર્યો અને પછી રેલવે અને હવે એરપોર્ટ લઇ લેવાનો પ્રયાસ દુઃખદ કેમ અમારી માંગ છે, કે રાજપીપલા એરપોર્ટ બનવું જોઈએ. હવે રાજપીપળા પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ ઓફિસ પણ શરૂ થઈ ગઈ છે અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની ગતિવિધિઓ તેજ બની રહી છે, ત્યારે એરપોર્ટ કેવડીયા લઈ જવાની સાંસદની માંગ ઉચિત ન હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply