રાજપીપળા નગર વોર્ડ નંબર 1 ના વિસ્તારમાં શિયાળાના પ્રારંભે પાણીનો કકળાટ. વોર્ડ નંબર.1 માં આવતા કાછીયાવાડ, સોનીવાડા, કસ્બાવાડ, વડફળીયા, કાઝી ફળીયા સહિતના વિસ્તારો પુરતા ફોર્સ થી અને પૂરતું પાણી ન આવતું હોવાની બૂમો.

ગુજરાત ભારત સમાચાર

રાજપીપળા નગર વોર્ડ નંબર 1 ના વિસ્તારમાં શિયાળાના પ્રારંભે પાણીનો કકળાટ.
વોર્ડ નંબર.1 માં આવતા કાછીયાવાડ, સોનીવાડા, કસ્બાવાડ, વડફળીયા, કાઝી ફળીયા સહિતના વિસ્તારો પુરતા ફોર્સ થી અને પૂરતું પાણી ન આવતું હોવાની બૂમો.
રહીશોએ પાલિકા સદસ્યો ને રજૂઆત કરતાં સદસ્ય ચીફ ઓફિસરને કરી રજૂઆત.
આ વિસ્તારમાં વાલ્વ ખરાબ હોવાનું ચીફ ઓફિસરે કબૂલ્યુ.
યોગ્ય નિકાલ કરી પાણી લોકો સુધી સમયસર અને યોગ્ય પ્રમાણમાં પહોંચે તેવી બાહેધરી આપી.
રાજપીપળા, તા.22
નર્મદા ના વડામથક રાજપીપળા માં શિયાળાના પ્રારંભે પાણીનો કકળાટ વધવા પામ્યો છે ખાસ કરીને રાજપીપળા વોર્ડ નંબર.1 માં આવતા કાછીયાવાડ, સોનીવાડા, કસ્બાવાડ, વડફળીયા, કાઝી ફળીયા સહિતના વિસ્તારો મા પાણી ની બૂમો શરૂ થઈ ગઈ છે. આ વિસ્તારમાં પાણી આવતું ન હોવા થી તેમજ કેટલાક વિસ્તારોમાં ઓછું પાણી આવતું હોય પુરતા ફોર્સ થી પાણી આવતું ન હોવાથી નગરજનોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે.
આ બાબતે રહીશોએ પાલિકા સદસ્ય સલીમભાઈ સોલંકી, મહેશભાઈ કાછીયાને રજૂઆત કરતાં સદસ્યો અને રહીશો વતીનગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા ને રૂબરૂ મળી લોકોને ઉગ્ર રજૂઆત કરી હતી.જેમાં કેટલીક જગ્યાએ વાલ્વ ખરાબ હોવાનું પાલિકાના ચીફ ઓફિસરે પણ કબૂલ કર્યું હતું, અને સભ્યોની રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરી પાણી લોકો સુધી સમયસર અને યોગ્ય પ્રમાણમાં પહોંચે તેવી બાહેધરી આપી હતી.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply