નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરમાં દીપડાનો મૃત દેહ મળી આવતા ચકચાર દીપડો બે દિવસથી ખેતરમાં મૃત હાલતમાં પડેલ હતો .

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરમાં દીપડાનો મૃત દેહ મળી આવતા ચકચાર

દીપડો બે દિવસથી ખેતરમાંમૃત હાલત મા પડેલ હતો .

ખેતર માલિકે વનવિભાગ ને જાણ કરતા વન વિભાગે ડોક્ટર ની ટીમ મોકલી. વઘરાલી ગામે વનકર્મીઓ ઉપર દીપડા ના હુમલા ની ઘટના બાદ જંગલમાથી ભાગી છૂટ્યો હતોઆ સમાચાર ની શાહી હજી સુકાઈ નથી ત્યારે આજે નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરમાં દીપડાનો મૃત દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે .જીઓરપાટી ગામ નજીક અવાર નવાર દીપડાના સમૂહ દેખાતા હોઈ વનખાતા દ્વારા દીપડો પકડવા પાંજરા પણ મુકવામાં આવ્યાહતા .પણ દીપડો પકડાયો નહોતો .પણ આજે અચાનક દીપડાનો મૃત દેહ મળી આવતા ગામમા દીપડા ને જોવા લોકટોલા ઉમટયા હતા .અને રાજપીપલા વન વિભાગ ના આરએફઓ અનિરુદ્ધસિંહ ગોહિલ ને જાણ કરતા અનિરુદ્ધસિંહ ગોહિલ ઘટના સ્થલે પહોચ્યા હતા અને કયા કારણથી મોત થયુ છે તેની તપાસ આદરી હતી.ગામ લોકોનું કહેવુ છે કે દીપડો બે દિવસથી ખેતરમાં મૃત પડેલ હતો .કદાચકોઇ બીમારી કે ભૂખ ને કારણે મોત થયાનું ગામ લોકોનુ અનુમાન હતુ અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે વનખાતા દ્વારા દીપડાનું પી.એમ કરાશે તે માટે પશુ ચિકિત્સક ને બોલાવ્યા છે પીએમ કરાયા બાદ દીપડાના મરણનું સાચું કારણ જાણવા મળશેએમ જણાવ્યૂ હતુ .પીએમ બાદ દીપડાનો મૃત દેહનો અગ્નિસંસ્કાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply