ગુજરાતમાં પ્રથમ વાર 25 પુરુષોને “ધ આઈડિયલ મેન એવોર્ડ”આપવામાં આવ્યાં.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ટીમા (TIMA)એવોર્ડ્સ કાર્યક્રમ દ્વારા આદર્શ પુરુષોનું સન્માન કરીને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી 19 મી નવેમ્બર 2019 ના રોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા,પ્રસિદ્ધ સર્જક ભાગ્યેશ જહાં, હાર્ટ કેર ફોઉન્ડેશન ના Dr નીતિન શાહ,Retired IAS શ્રી R.N. Joshi અને રામ કૃષ્ણ મઠ ના સ્વામી નિખિલેશ્વરા નંદ હાજર રહ્યા હતા.
પુરૂષો ના સામાજિક બલિદાન અને તેમના પરિવારો અને સમુદાયોમાં સકારાત્મક મૂલ્યોનું જતન કરતા સદગૃહસ્થો નું સન્માન કરવા માટે યોજયો હતો .
ગુજરાતમાં પહેલીવાર, ૧૯ નવેમ્બર 2019 ના રોજ, અમદાવાદ શહેરમાં ઇતિહાસ રચતા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવા માં આવી

ટીમા એવોર્ડની કામગીરી ઝાયડસ હોસ્પિટલના ડોકટરો દ્વારા ઉપયોગી માહિતીપ્રદ આરોગ્યલક્ષી વાતચીતથી શરૂ કરવામાં આવી હતી. ન્યુ ડેવલપમેન્ટ ઇન ડેન્ટિસ્ટ્રી પર ઝાયડસના અગ્રણી ડોક્ટરો સાથે વાતચીત ડો.રોનક પંચાલ અને ડો.નિમિત શાહે કરી. ત્યારબાદ વિવિધ ક્ષેત્રના પચીસ (25) એવા પુરુષો કે જે મહિલાઓ નું સન્માન કરતા હોય, મહિલા સશક્તિકરણને ટેકો આપતા હોય,બેટી બચાવો ને વરેલા હોય,સ્ત્રી દાક્ષણય ના ગુણો દ્વારા જેમને સમાજ માં મહિલાઓ ને માન આપ્યું હોય તેવા 25 પુરુષો ને ટીમા ટ્રોફી એનાયત કરવામાં આવી.

એવોર્ડ મેળવનારાઓની યાદીમાં શ્રી આકાશ પટેલ, શ્રી અમિત રાજપૂત, શ્રી અરવિંદ જૈન, શ્રી આશિષ હાંડા, શ્રી અવિનાશ ગોર, શ્રી ભરત દેવમણી, શ્રી ચિરંજીવ પટેલ, શ્રી ચિરાગ કનેરિયા, શ્રી દેવેન્દ્ર આચાર્ય, શ્રી જૈમિન ગુપ્તા, કમલ પટેલ, શ્રી કલ્પેશ ભટ્ટ, શ્રી મનોજ કપૂર, ડો.મયુર જોશી, ડો. મુકેશ બાવિશી, શ્રી પ્રકાશ વરમોરા, શ્રી પ્રકાશ જાડાવાલા, શ્રી નયન પરીખ, શ્રી રાકેશ વ્યાસ, શ્રી સંજય સાધના ચક્રવર્તી, શ્રી શરીફ મેમન , શ્રી ટિકેન્દ્ર રાવલ , શ્રી વિશાલ પંચાલ અને શ્રી નરેશ પટેલ નો સમાવેશ થાય છે.

દીર્ઘ મીડિયા ના શ્રીમતી મનીષા શર્મા એ આ ટીમાએવોર્ડ ના વિચાર ને જન્મ આપ્યો છે.
એમણે ‘હી ફોર શી’ના ખ્યાલની ઉજવણી કરવાની જરૂરિયાત અનુભવી…
ગ્રીક શબ્દ TIMA નો અર્થ થાય છે,સદગૃહસ્થઓ નું સન્માન. આ એવોર્ડસ સમારોહ નો આશય સમાજ માં મહિલાઓને સન્માન આપતા પુરુષો ને પ્રોત્સાહન મળે અને અન્ય પુરુષો પણ આમાંથી પ્રેરણા લઈ સંતુલિત સમાજ ની રચના કરે તે માટે નો છે.આવી પહેલથી આપણે લિંગ સમાનતાની સમજ બનાવી રહ્યા છીએ.
જાણીતા શિક્ષણવિદ અને ઉદ્યોગ સાહસિક ડો.ગીતીકા સલુજા એ જણાવ્યું છે કે “લિંગ સમાનતા એ માત્ર ‘મહિલાઓનો મુદ્દો નથી’ – તે પુરુષો માટે પણ તેટલું જ જરૂરી છે. પુરુષો હંમેશાં મહિલાઓની ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. પુરુષ સાથીઓએ લિંગ સમાનતા માટેના સંઘર્ષને લાંબા સમયથી ટેકો આપ્યો છે. અને આજે પુષ્કળ પુરૂષો છે જેઓ ગૌરવપૂર્ણ નારીવાદીઓ છે પણ હજી લાંબી મજલ કાપવાની બાકી છે.”
ઝાયડસ હોસ્પિટલના પીઆર વડા મંજરી જોશીને ભારપૂર્વક લાગે છે કે “હોસ્પિટલમાં આપણી પાસે 75% સ્ત્રી સ્ટાફ છે અને તેઓ તેમના પુરુષ સહકાર્યકરોના સાથી સહયોગથી સારી રીતે કાર્ય કરે છે.”

ટીમાનો વિચાર અને કલ્પના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા-પત્રકાર-લેખક દંપતી શ્રીમતી મનીષા શર્મા અને શ્રીમાન સરસ્વતિચંદ્ર આચાર્ય દ્વારા કરવામાં આવી છે. સહ પ્રસ્તુતકર્તા તરીકે ડો.ગીતીકા સલુજા જોડાયા, જેઓ એક પ્રખ્યાત શિક્ષણવિદ અને ઉદ્યોગસાહસિક છે તથા બોહો હોમ્સના સહ સ્થાપક છે. શ્રીમતી મંજરી જોશી છે જેઓ ઝાયડસ હોસ્પિટલ માં હેડ પીઆરઓ છે.
ઝાયડસ હોસ્પિટલના સીઈઓ ડો.સાજન નાયર નું માનવું છે કે ઉજવણી ની સાર્થકતા ત્યારે જ છે જ્યારે આપણે બધાં, પુરુષો અને સ્ત્રીઓ બંને એકબીજા માટે મજબૂત સપોર્ટ સિસ્ટમ બનીએ.

દીપ બિલ્ડર તરફથી અને એવોર્ડ સન્માનિત શ્રી શરીફ મેમન જણાવે છે કે “જ્યારે આપણે આપણી છોકરીઓને સારા શિક્ષણ મેળવવા માટે અને સમાજમાં સ્ત્રીઓ સાથે આદરપૂર્વક વર્તીએ છે ત્યારે આપણે પરસ્પર પ્રેમ, સમજ અને આદરનું વાતાવરણ બનાવી રહ્યા છીએ જ્યાં તે પ્રેરણાનું સ્ત્રોત બને છે.

આ કાર્યક્રમ નું ઉત્તમ અને પ્રશંસાપાત્ર સંકલન તથા એન્કર ની જવાબદારી જાણીતા શ્રીમતી તેજલ વસાવડા અને શ્રીમતી પિયાલી પટેલ દ્વારા નિભાવમાં આવી હતી.

Please send your news on 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply