અમદાવાદ વટવા વિસ્તારના આશાપુરા રેસિડન્સ માં લૂંટના ઈરાદે થયેલી હત્યા ભેદ ઉકેલતી વટવા પોલીસ. – શૌરાંગ ઠકકર.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આધારભૂત મળતી માહિતી અનુસાર અમદાવાદ
વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ
પાસે આવેલી મહાલક્ષ્મી પ્રોવિઝન
સ્ટોરમાં તારીખ 31 10 2019 ના
રોજ રાત્રે આશરે અગિયાર
વાગ્યાની આસપાસના સમયમાં
ત્રણ અજાણ્યા શખ્સો લૂંટના ઇરાદે
આવી દુકાન પર બેઠેલા દિનેશકુમાર
બાલારામ ચૌધરી ઉંમર વર્ષ 28 કોઈ
કારણસર ગરદનના ભાગે ગોળી
મારી નાસી છુટયો હતા.

આ વિગતો ની જાણ જાંબાજ સ્પષ્ટ
વક્તા હોશિયાર વટવા પોલીસ
સ્ટેશન પી આઈ શ્રી એચ સીસારા
સાહેબ ને થતા ઘટનાસ્થળે
ટીમ સાથે પહોંચી આ અજાણ્યા
શખ્સોની શોધખોળ માટે વટવા પોલીસ સ્ટેશન પી.આઈ શ્રી
એચ સીસારા સાહેબ ના માર્ગદર્શન
હેઠળ પોતાની ટીમને ગુનેગાર શ્રવણ
ને પકડવા રાજસ્થાન મોકલી હતી.
જેમાં વટવા પોલીસ સ્ટેશન ની ટીમને
સફળતા મળી હતી. જેમાં આરોપી
શ્રવણની ધરપકડ કરી વટવા પોલીસ
સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.
અને તેની વધુ પૂછપરછ કરી હતી કે
આ સિવાય તેને કેટલા ગુનામાં
સંડોવાયેલા છે કે નહીં, તેની સાથે
બીજા આરોપીઓ કોણ હતા વગેરે
વિગતો મેળવવા ની તપાસ ચાલુ કરી
હતી.

કહેવાય છે કે આરોપીની ધરપકડ
ટેકનિકલ Source ની મદદથી
કરવામાં આવી પરંતુ ટેકનિકલ
સોર્સનો ગુનેગારને ડિટેકશન કરવા
કેવી રીતે ઉપયોગ થાય તેનું
ઉદાહરણ પુરું પાડ્યું હતું.

આમ ટૂંક સમયમાં આરોપીની
ધરપકડ કરી પી.આઈ શ્રી સાહેબ
અને તેની ટીમે પુરવાર કર્યું હતું કે
નથીંગ ઇમ્પોસિબલ in this
world.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply