ગયો જંગલમાં થશે ધ્યાન સ્થિર એવી આશાએ, બેઠો હતો કોઈ સાધુ ક્રોધી ત્યાં શ્રાપાવા માટે! – મેહુલ ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

*એક નવી રચના, ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*

મોત ને પણ મનાવી લીધું છે હવે આવવા માટે,
હતા કારણો પણ વાજબી એના માનવા માટે!

જતા હતા જે રસ્તો ચાતરી, તેને જતો જોઈને,
ઊભા છે બધા લાઇન માં અંજલી આપવા માટે!

દર દર ભટક્યો અને તે ના મળ્યો કોઈ ને પણ,
વસતો હતો ભીતરે તરસતો ઓળખ પામવા માટે!

ફળની આશા એ જતો તે સરકતો ડાળ ઉપર,
બેઠા હતા પોતાના જ, ત્યાં ડાળ કાપવા માટે!

જિંદગી આખી રહ્યો માપતો સૌ ને મારા માપે,
ટુંકો પડ્યો તે ગજ, ખુદ મને જ માપવા માટે!

ગયો જંગલમાં થશે ધ્યાન સ્થિર એવી આશાએ,
બેઠો હતો કોઈ સાધુ ક્રોધી ત્યાં શ્રાપાવા માટે!

શબ્દ હતા, છંદ હતા, રદિફ કાફિયા હતા,
ખૂટતી હતી લાગણીઓ ગઝલ માં આપવા માટે!

લોકો કહેતા હતા સાવ દીવાનો છે એ માણસ,
કરે છે પોતાના જ ઘરનું તાપણું તાપવા માટે!

વાતો કરે છે ભટ્ટ જી આવી અમથી અહી,
લોકો તો બસ પાડે તાળી દાદ આપવા માટે!

*- મેહુલ ભટ્ટ (૨૦.૧૦.૧૯)*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply